Get The App

સિંધોડી વચ્ચેના દરિયામાં ૨.૭૫ કરોડના ૧૮૩ બિનવારસી ચરસના પેકેટ મળ્યા

- સમુદ્રકાંઠેથી ચરસના છુટક પેકેટ મળવાનો સિલસિલો યથાવત્

- માંડવી- જખૌના દરિયાકિનારેથી પણ વધુ ચરસના પેકેટ મળી આવતા એક જ દિવસમાં ૨૯૭ પેકેટ કબ્જે કરાયા

Updated: Jun 22nd, 2020

GS TEAM

Google News
Google News
સિંધોડી વચ્ચેના દરિયામાં ૨.૭૫ કરોડના ૧૮૩ બિનવારસી ચરસના પેકેટ મળ્યા 1 - image

ભુજ,રવિવાર

છેલ્લા ઘણા લાંબા સમયાથી કચ્છના દરિયામાં તરતા ચરસના પેકેટ મળી આવે છે. દરિયામાં ચરસના પેકેટ કઈ રીતે પહોંચે છે અને કોણ ફેંકી ગયુ છે તે હજુ સ્પષ્ટ થયુ નાથી. તેવામાં અત્યાર સુાધી મળેલા ચરસના જથૃથા સામે શનિવારની મદ્યરાત્રે સૌથી ચરસનો મોટો જથૃથો મળી આવ્યો હતો. કચ્છ પોલીસના સર્ચ ઓપરેશનમાં દરિયામાંથી અંદાજે ૨.૭૫ કરોડના ચરસના ૧૮૩ પેકેટ મળી આવ્યા હતા.

પશ્વિમ કચ્છ પોલીસે ગત મદ્ય રાત્રિએ અબડાસાના સૈયદ સુલેમાન પીર અને સિંધોડી વચ્ચેના સાગરમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને પાણીમાં તરતા ચરસના બિનવારસી ૧૮૩ પેકેટ જપ્ત કર્યા હતા. ઉલ્લેખનિય છે કે, ગત ૨૦ મી ના શેખરણપીરના કાંઠેાથી ૨૪ લાખની કિંમતના ૧૬ પેકેટ પણ મળી આવ્યા હતા. પરંતુ, ગત મદ્યરાત્રે મળી આવેલો ચરસનો જથૃથો અત્યાર સુાધીનો મસમોટો જથૃથો છે.

જખૌ મરીન પોલીસ અને સાગર રક્ષક દળની જુદી જુદી ચાર ટુકડીઓ બનાવવામાં આવી હતી. રાત્રિના ૧૨ વાગ્યાથી ચરસના પેકેટ શોધવાનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. જે સર્ચ ઓપરેશન બપોરે બાર વાગ્યા સુાધી જારી રહ્યુ હતુ. જેમાં, અંદાજે ૨કરોડ ૭૫ લાખની કિંમતના ચરસના ૧૮૩ પેકેટ મળી આવ્યા હતા. આ અગાઉ પણ કચ્છના દરિયાકાંઠેાથી અંદાજે ૧.૩૦ કરોડની કિંમતના ચરસના પેકેટ મળ્યા હતા. આ વખતના પેકેટ પર લખાણ થોડુ જુદુ હોવાનું એસ.પી. સૌરભ તોલંબીયાએ જણાવ્યુ હતુ. આંતરરાષ્ટ્રીય જળસીમામાં પાકિસ્તાન કે ઈરાન બાજુાથી આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ દ્વારા ચરસની ડીલીવરી કરાતી હોવાની શંકા વ્યકત કરવામાં આવી રહી છે.

દરમિયાન બીજીતરફ, કચ્છના દરિયામાં પશ્વિમ કચ્છ પોલીસનો મેગા ઓપરેશન જારી રહ્યુ હોય તેમ જખૌ અને ગઢશીશા પોલીસે પણ ચરસનો વધુ જથૃથો કબ્જે કર્યો હતો. જેમાં, સ્ટેટ આઈ.બી.ના દરિયામાં કોમ્બીંગ દરમિયામાં ૫૮, કોસ્ટગાર્ડ દ્વારા જખૌમાંથી ૧૫ અને મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ૧૮ આમ એક જ દિવસમાં ૨૯૭ પેકેટ મળી આવ્યા હતા.

Tags :