હળવા તેમજ મધ્યમ વરસાદ વચ્ચે કચ્છમાં તીવ્ર ગરમીનો પ્રકોપ જારી
- કેટલાક વર્ષના રેકોર્ડ બ્રેક તાપ ના કારણે જનજીવન અસ્તવ્યસ્ત
ભુજ,ગુરૃવાર
પૂર્વ-પશ્ચિમ કચ્છના કેટલાક છૂટા છવાયા સૃથળોએ હળવા કે મધ્યમ વરસાદ સાથે ક્યારેક ગતિ સાથેનું પવન કે પછી ક્યારેક સખત લૂ અને ઉકળાટભર્યા વાતાવરણમાં ગરમીનો પ્રકોપ જારી છે. અસહ્ય ગરમીના કારણે લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
બપોરે બાર વાગ્યાથી માંડીને ત્રણ વાગ્યા સુધી જાણે કે સ્વયંભૂ કરફ્યુ લગાડી દેવામાં આવ્યું હોય તેવા દ્રશ્યો જિલ્લામાં ઠેર ઠેર જોવા મળે છે
સૂર્ય ના પ્રખર કિરણો એ પૃથ્વી પરના તાપમાનને પોતાના બાનમાં લઈને પોતાનું સામ્રાજ્ય ની સૃથાપના કરી દીધી હોય અને ચારેતરફ પોતાની આણ વર્તાવી રહ્યા હોય તેમ છેલ્લા કેટલાક વર્ષના રેકોર્ડ બ્રેક તાપ ના કારણે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખવા માગતા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે.અને મધ્યાહને માનવ તો ઠીક પશુ પંખી પણ પોતાના રહેઠાણ માંથી બહાર નીકળતા અચકાઈ રહ્યા છે.
બપોરે બાર વાગ્યા થી માંડીને મોડી બપોર કે પછી ત્રણ વાગ્યા સુાધી જાણે કે સ્વયંભૂ કરફ્યુ લગાડી દેવામાં આવ્યું હોય તેવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે.અને આ સમયે તો ક્યાંય ચકલું પણ ફરકતું જોવા મળતું નાથી. માનવી તો પોતાના રહેઠાણ માં વાતાનુકૂલિત એરકન્ડિશન? , એરકૂલર કે પછી પંખાની વચ્ચે આકરા તાપમાંથી મુક્તિ મેળવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. મૂંગા અબોલ પશુઓની હાલત પણ કફોડી થઈ ગઈ છે.તેમના માટે તો , જાયે તો જાયે કહાં જેવી હાલત થઈ ગઈ છે. અને સાથે સાથે ' ઉપર આભ અને નીચે ધરતી 'જેવી પરિસિૃથતિ ઉભી થઈ છે.