શ્રમિકો સાથે વિશ્વાસઘાત : ગાંધીધામથી ઉપડનાર યુપીની ટ્રેન અચાનક રદ્દ થઈ
- એડવાન્સ ભાડુ વસુલી મજુરોને રાત્રે ૧૨ વાગે રેલવે સ્ટેશન બોલાવી લીધા હતા
- પરપ્રાંતીય શ્રમિકો વતન જતા રહેશે તો પોર્ટ-ઉદ્યોગોની કામગીરી ઠપ્પ થઈ જશે તેવી આશંકા સાથે ટ્રેન રદ કરાઈ હોવાની ચર્ચા
ભુજ,સોમવાર
ગાંધીધામાથી શ્રમિકોને ઉતરપ્રદેશ તેમના વતન મોકલવા માટે જનારી ટ્રેનને એકાએક રદ કરી નખાતા શ્રમિકો રઝડી પડયા હતા. તંત્ર દ્વારા શ્રમિકો માટે જમવાની કે રહેવાની વ્યવસૃથા કરવામાં આવી ન હતી પરિણામે, યુ.પી.ના મજુરોના બેહાલ થયા છે. પૂર્વ કચ્છમાં પોર્ટ અને ખાનગી કંપનીઓ હોવાથી મજુરો વતન જતા રહેશે તો ઉાધોગોને ફટકો પડશે તેવી ભિતી સાથે ટ્રેનને રદ કરી નખાઈ હોવાની ચર્ચા છે.
ગુજરાતના વિવિાધ જિલ્લાઓમાંથી પરપ્રાંતીય શ્રમિકોને ટ્રેન મારફતે વતન પહોંચાડવાની વ્યવસૃથા ઉભી કરાઈ છે. પરિણામે, શ્રમિકોમાં વતન જવાનો આનંદ છે. કચ્છમાંથી પણ પરપ્રાંતીય મજુરોને મોકલવામાં આવી રહ્યા છે પરંતુ ગાંધીધામાથી યુપી માટેની શ્રમિકોની ટ્રેન એકાએક રદ કરવાનું કારણ શું? આ અંગે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું ચોક્કસ કારણ આપવામાં આવતુ નાથી.
ગાંધીધામાથી યુ.પી. માટેની ટ્રેન આજે વહેલી સવારે ઉપડનાર હતી. જેના માટે કચ્છના વિવિાધ સૃથળોના શ્રમિકો પાસેાથી એડવાન્સ ભાડુ વસુલવામાં આવતુ હતુ. શ્રમિકોને ગાંધીધામ પણ બોલાવી લીધા હતા. છેલ્લા બે દિવસાથી મેડીકલ પણ કરવામાં આવેલ હતુ. તંત્ર દ્વારા ગત રાત્રિના ૧૨ વાગ્યે શ્રમિકોને રેલવે સ્ટેશન બોલાવી લીધા હતા. ૧૨૦૦ જેટલા શ્રમિકો વતન જવાની ઘેલછામાં હતા. તેમને વતન જવાની તાલાવેલી હતી પરંતુ તંત્રે શ્રમિકો સાથે ક્રુર મજાક કરી રાત્રે જ ૧૨ કલાકે જાહેરાત કરવામાં આવી કે, વહેલી સવારે ઉપડનાર આ ટ્રેન રદ કરવામાં આવે છે. ટ્રેન રદ કરવા માટેનું કારણ હાજર ફરજ પરના નાયબ કલેકટર, મામલતદાર, તાલુકા વિકાસ અિધકારી સહિતનાઓ જણાવી શકયા ન હતા. ટ્રેન રદ કરીને તંત્રે શ્રમિકો સાથે વિશ્વાસઘાત કર્યો હતો.
છેલ્લા ૪૫ દિવસાથી લોકડાઉન છે. કંપનીઓમાં શ્રમિકોને રોજગારી મળી શકેલ નાથી. વેતન પણ ચુકવાયેલ નાથી અને જમવાની પણ વ્યવસૃથા કરેલ નાથી. સરકારની અનભ્રમ યોજના હેઠળ ૮૦% શ્રમિકોને રાશન પણ મળેલ નાથી. આ ભુખમરાની સિૃથતીમાં મજુરો વતન જવા માંગે છે. તેમ છતા તંત્ર દ્વારા યોગ્ય વ્યવસૃથા ગોઠવવામાં નિષ્ફળ રહ્યુ છે. ટ્રેન રદ થવા પાછળ ચોક્કસ કાવતરૃ હોવાનું જણાય છે. એવી પણ ચર્ચા છે કે, શ્રમિકો જતા રહેશે તો કંડલા પોર્ટ અને અન્ય ઉાધોગોની કામગીરી ઠપ્પ થઈ જશે. એટલે સરકાર પર દબાણ લાવી અને શ્રમિકોને રોકવા માટે ટ્રેન રદ કરી નાખવામાં આવી છે.
આવી સિૃથતીમાં શ્રમિકોને વેતન મળતુ નાથી, વતન પણ જવા દેવાતા નાથી અને મજુરોને ગુલામ તરીકે રાખવા માંગે છે. આ બાબતે બીજી તરફ, જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી.કે.હુંબલે પણ જણાવ્યુ હતુ કે, મોટાભાગના અંજાર તાલુકાના શ્રમિકો છે અને આ શ્રમિકો પાસેાથી જુદી જુદી પંચાયતો મારફતે ભાડાની રકમ પણ વસુલ કરેલ છે. શ્રમિકોનું મેડીકલ ચેકઅપ પણ થઈ ગયેલ છે. ત્યારે હજુ ટ્રેન જશે કે કેમ? તે પણ અવઢવમાં છે.
અંજારમાં શ્રમિકોનું ટોળુ રોષભેર નાયબ કલેક્ટર કચેરીએ ધસી ગયું
અંજાર : ગાંધીધામથી યુપી-બિહાર જવાની ટ્રેન રદ્દ થતા રઝળી પડેલા શ્રમિકોનું ટોળુ આજે મોડી રાત્રે નવેક વાગ્યાના અરસામાં રોષભેર અંજાર નાયબ કલેક્ટર કચેરી ખાતે ધસી આવ્યું હતું. શ્રમિકોએ માગણી કરી હતી કે, અંજાર પાલિકાએ તેમની પાસેાથી ટિકીટના પૈસા ઉઘરાવ્યા છે. માટે તેમને વતન પહોંચડવાની વ્યવસૃથા કરી આપો આૃથવા તો ટિકીટના પૈસા પરત આપો. જો કે નાયબ કલેક્ટર હાજર ન હોવાથી તેમના વતી મામલતદારે તમામ શ્રમિકોને બે-ત્રણ દિવસમાં વ્યવસૃથા થઈ જશે તેવી હૈયા ધારણા આપતા ત્યાં સુાધી તંત્ર દ્વારા રહેવા-જમવાની વ્યવસૃથા કરી આપવાની ખાતરી પણ આપી હતી.