કોરોના મહામારીના કારણે નાગ પાંચમે ભુજીયા ડુંગર પરનો મેળો યોજાશે નહીં!
- દાયકાથી ચાલી આવતી પરંપરા તુટશે
- ૨૫ જુલાઈએ નાગ પંચમીની સવારી નિકળશે પણ શાહી સવારી નહિં નિકળે
ભુજ,શનિવાર
૨૯૧ વર્ષની રાજપરંપરા મુજબ કચ્છ નામદાર મહારાઓશ્રી પ્રાગમલજી ત્રીજાના હુકમ અનુસાર આ વર્ષે ભુજીયા ડુંગર ઉપર ભુજંગ દેવ ખેતરપાળ દાદાની નાગપંચમીની સવારી ૨૫ જુલાઈના શનિવારના નિકળશે.પુજા અર્ચના કચ્છના રોહા જાગીરના ઠાકોર પુષ્પેન્દ્રસિંહજી જાડેજાના હસ્તે સવારના ૯ કલાકે કરવામાં આવશે. ત્યારબાદ રાજ પરંપરા મુજબ ભુજંગ દેવના પુજારી હિરાભાઈ સંજોટ ઠાકોરને તિલક કરશે. જો કે, આ વર્ષે કોરોનાની મહામારીના કારણે મેળો તેમજ શાહી સવારી રાખવામાં આવેલ નાથી.
રાજ પરિવારમાંથી માત્ર ૨૦ જેટલા પ્રતિનિાધીઓ રાજ પરંપરા મુજબ પુજન વિિધ માટે પ્રાગમહેલ, દરબારગઢાથી નિકળી ભુજીયા ડુંગર પર દર્શન કરવા માટે પાધારશે. સોશ્યિલ ડિસ્ટન્સીંગ સાથે વારાફરતી પાંચ પાંચ મિનિટના સમય અંતરે માસ્ક સાથે દર્શન કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, નાગ પંચમીના મેળાનો ઈતિહાસ દાયકાઓ જુનો છે. ભુજીયા ડુંગર પર ધમાસાણ યુધૃધ થયો હતો. વિદેશી આક્રમણ વખતે નાગબાવાઓની જમાત પણ જોડાઈ હતી. જે યુધૃધમાં રોહા જાગીરના ઠાકોર જીયાજીએ શેરબુલંદખાનની તલવાર છીનવી લીધી અને શેર બુલંગ ખાનને મારી હરાવ્યો. આ ધમાસાણ યુધૃધમાં કચ્છનો વિજય થયો. તે શુભ દિવસ શ્રાવણ સુદ નાગ પંચમીનો હતો. ત્યારાથી આ વિજય મહોત્સવ દર વર્ષે મનાવવામાં આવે છે. જો કે, આ વર્ષે કોરોનાની મહામારીના કારણે વર્ષો જુનો મેળા રૃપી મહોત્સવ નહિં ઉજવી શકાય તેમ તેરા ઠાકોર મયુરધ્વજસિંહએ જણાવેલ હતુ.