મુંદ્રાના જુના બંદરે એક માસથી ફસાયેલા ૨૩ ખલાસીઓ કફોડી હાલતમાં મુકાયા
- વહીવટીતંત્ર કે પોર્ટ પ્રશાસન તરફથી કોઈ મદદ ન કરાયાનો આક્રોશ
- દુબઈથી વહાણમાં ટાયર ભરીને મુંદ્રા પહોંચેલા ખલાસીઓને અત્યારે ભુખે મરવાનો વારો આવ્યો, વતન પહોંચાડવા માંગણી
મુંદ્રા, તા.૮
કચ્છના મુંદ્રાના જુના બંદરે ૧ એપ્રિલના દુબઈાથી વહાણમાં ટાયરમાં ભરી આવેલા ૨૩ જેટલા ખલાસીઓ પહોંચ્યા હતા, જેઓની હાલત હાલે કફોડી બની છે. જીવનજરૃરીયાતની ચીજો ખુટતા ભુખે મરવાનો વારો આવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ જુના પોર્ટ પર આવેલા આ ખલાસીઓને ૧૪ દિવસ કોરોન્ટાઈન કરાયા હતા. મેડિકલ તપાસ તેમજ કસ્ટમ કાર્યવાહી થયા બાદ વહાણખાલી કરાયા હતા. હાલે ૧૫ દિવસ વીતી ગયા હોવાછતાં ૨૩ ખલાસીઓ પોર્ટ પર જ અટવાયા છે. જેમાં ૭ જણ જામનગર જિલ્લાના, ૧૨ મહુવાના અને એક પોરબંદર, એક માંડવી તેમજ ૨ દેવભુમિ દ્વારકાના ખલાસીઓનો સમાવેશ થાય છે. જીવન જરૃરિયાતનું રાશન ખુટતા ભુખ્યા રહેવાની નોબત આવી છે. પીવાના પાણી તેમજ નહાવાના પાણીની પણ તંગી સર્જાઈ હોવાનું જણાવ્યું હતું. બીજીતરફ તંત્ર કે પોર્ટ પ્રસાશન તફરાથી કોઈ મદદ ન મળી હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
એજન્ટનો ખલાસીઓને લુંટવાનો પ્રયાસ
ખલાસીઓ દ્વારા સૃથાનિક લોકલ એજન્ટ પાસે મદદની માંગણી કરાઈ ત્યારે તેઓએ હાથ ઉચ્ચા કરી લીધા હતા. તો અન્ય એક એજન્ટે કોરોના ટેસ્ટ કરાવવાનો રૃ.૧૦ હજારનો ખર્ચ થશે તેવું કહ્યું હતું. આ સિૃથતિમાં મુંજવણમાં મુકાયેલા ખલાસીઓ માટે તંત્રે પણ કોઈ વ્યવસૃથા ઉભી નકરાતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. તમામ લોકોને વતન પહોંચાડાય તેવી માંગણી કરાઈ છે.