સરહદે કોઈપણ સ્થિતિને પહોંચી વળવા સૈન્ય તૈયાર
- કચ્છની બોર્ડરે હવમાનને અનુરૃપ પેટ્રોલિંગની પદ્ધતિ બદલાય છે, પણ સૈન્યની હાજરી બારેમાસ ચોક્કસ હોય છે
- અમારી પુરી ક્ષમતા અને તાકાત છે કે દેશની સુરક્ષાને પડકારે તેવી બહારની તાકાત કોઈ સંજોગોમાં દેશમાં ઘુસી શકશે નહીં
ભુજ, શનિવાર
ત્રણ દિવસાથી ગુજરાતના સરહદી જિલ્લા કચ્છની મુલાકાતે આવેલા સીમા સુરક્ષા દળના મહાનિર્દેશકે આજે ભુજમાં યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી કે સરહદે કોઈપણ સિૃથતિને પહોંચી વળવા માટે સૈન્ય તૈયાર છે. કચ્છની બોર્ડરની સુરક્ષા અંગે તેમણે જણાવ્યું હતું કે, કોઈપણ વાતાવરણમાં વર્ષના બારેમાસ અહી બીએસએફની હાજરી ચોક્કસ હોય છે.
બોર્ડર સિક્યુરીટી ફોર્સના ઉચ્ચ અિધકારીઓ સાથે ત્રણ દિવસાથી કચ્છના હરામીનાળા સહિતના ક્રિક વિસ્તારમાં રૃબરૃ મુલાકાત લઈને સુરક્ષાની સમીક્ષા કરનાર ડીજી એસ.એસ.દસવાલે જણાવ્યું હતું કે, કચ્છની સરહદની સુરક્ષા માટે આપણી પાસે પુરતી મોટરાઈઝ ફૌજ છે. હવામાનને અનુરૃપ અહી પેટ્રોલિંગની પેટર્ન બદલાય છે, પણ સરહદે ર૪ કલાક સૈન્યની હાજરી ચોક્કસ હોય છે. તેમણે ઉમેર્યું હતું કે, જવાનોને પાયાની પુરતી સુવિાધાઓ મળી રહે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. પીવાના પાણી માટે આરઓ પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. સંચાર વ્યવસૃથાની પણ તકેદારી લેવામાં આવે છે.
દેશની સુરક્ષાને લઈને તેમણે કહ્યું હતું કે, અમારી પુરી ક્ષમતા અને તાકાત છે કે, દેશની સુરક્ષાને પડકારે તેવી બહારની તાકાત કોઈપણ સિૃથતિમાં દેશમાં ઘુસી શકશે નહીં. તેમણે ત્રણ દિવસની મુલાકાત દરમિયાન ક્રિકમાંથી બીપી નં.૧૧૬૬ સુાધી હરામીનાળામાં પેટ્રોલિંગ કર્યું હતું તેમજ બીઓપી ૧૧૭૫થી બીઓપી લખપત સુાધીના આશરે ૩૦ કિમીના આખા રૃટનું રાત્રિ દરમિયાન નિરિક્ષણ પણ કર્યું હતું.