ભુજમાં આર્મીના ૧૧ જવાનો કોરોના પોઝિટિવ
- વતનથી ડયુટી જોઈન્ટ કરવા પરત ફરેલા તમામ જવાનોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા
- તમામ જવાનોને આર્મી સંકુલના આઈસોલેશનમાં રખાશે
ભુજ, શનિવાર
છેલ્લા કેટલાક દિવસોથી કચ્છમાં બીએસએફ અને આર્મીના જવાનો કોરોનાનો ભોગ બની રહ્યા છે ત્યારે આજે એક સાથે ભુજમાં લશ્કરી માથકના ૧૧ જવાનોના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જેના પગલે લશ્કર સહિત કચ્છભરમાં ચિંતા જાગી હતી. વતનાથી ડયુટી જોઈન્ટ કરવા પરત ભુજમાં ફરેલા આર્મીના જવાનોને કવોરન્ટાઈન રાખવામાં આવ્યા હતા. જેઓના સેમ્પલ લેબમાં મોકલાતા રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. હવે તેઓને આર્મી સંકુલના આઈસોલેશનમાં રખાશે. આ પૂર્વે પણ બે આર્મીના જવાનોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. કચ્છમાં અત્યાર સુાધીમાં ૩૧ સુરક્ષા જવાનો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
વૈશ્વિક મહામારી જાહેર થયેલા નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯માં કચ્છ જિલ્લામાં હાલમાં કુલ ૯ કન્ટેન્મેન્ટ ઝોનમાં ૬૭૦ લોકોનો સર્વે કરાયા હતો.છેલ્લા ચોવીસ કલાકમાં કુલ ૬૭ શંકાસ્પદ કેસોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા. ૨૫ શંકાસ્પદ કેસના રિપોર્ટ આવવાના બાકી છે. છેલ્લા ચોવીસ કલાકમાં ૧૧ પોઝીટીવ કેસ નોંધાયેલ છે. અત્યાર સુાધી કુલ ૧૪૩ પોઝીટીવ કેસ નોંધાયા છે. હાલમાં ૩૮ એકટીવ પોઝીટીવ કેસ છે.
કચ્છ જિલ્લામાં અન્ય જિલ્લા કે રાજયમાંથી આવેલા લોકોની કોરેન્ટાઇન અંગેની વિગતોમાં હાલમાં ૧૩૩૯ જેટલા લોકો સંસૃથાકીય કોરોન્ટાઇન હેઠળ છે. હાલમાં ૧૦૭૫૨ લોકોને હોમ કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલ છે. જયારે પોઝીટીવ દર્દી સાથે સંપર્કમાં આવેલા લોકોની કોરોન્ટાઇન અંગેની વિગતોમાં અત્યાર સુાધી કુલ ૪૮૮ લોકોને સંસૃથાકીય કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલ છે. અત્યાર સુાધી ૯૫૮ વ્યકિતઓને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાની વિવિાધ કોવીડ હોસ્પિટલમાં હાલ ૩૨ દર્દી એડમીટ છે અને અત્યાર સુાધીમાં કુલ ૩૧૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે.
પોઝીટીવ આવેલા આર્મીના જવાનો
સજ્જુ બી (૪૫)
ઉત્કર્ષ શ્રીવાસ્તવ (૩૦)
નીરજકુમાર ગુરીયા(૩૪)
સુશીલકુમાર મોદી (૨૧)
બી.એસ.મુંડા (૩૬)
ભુષણ પી (૩૬)
બિનોદ શકપાલ (૪૨)
સ્વપ્ન હંસાડા (૨૬)
જે.એન.ટોપો (૪૪)
નરેન્દ્ર ભગત (૨૪)
પાટોર બોદરા (૪૮)