Updated: May 23rd, 2023
ગાંધીધામ, તા. ૨૨
અંજારમાં પણ જાણે હવે અમેરિકાની જેમ ગન કલ્ચર વિકાસ પામ્યું હોય તેમ માત્ર કારને ઓવરટેક કરવા જેવા નાના મુદ્દા પર ૪ યુવાનોના જીવ લેવાના ઈરાદે લાયસન્સ વાળી રિવોલ્વર વડે ફાયરિંગ કરી નાખવામાં આવ્યું હતું. જેમાં યુવાનો નીચે નમી જતા તે માંડ માંડ બચ્યા હતા. આ ઘટનામાં ગણતરીની મીનીટોમાં જ પોલીસે આરોપીને ઝડપી લીધો હતો.
આ અંગે અંજાર પોલીસ માથકેાથી જૂની લાકડા બજારમાં રહેતા ૨૩ વર્ષીય હિરેન રાજેશભાઈ સોધમે નોંધાવેલી ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ તા.૨૧-૫ના ફરીયાદી યુવાનનો જન્મ દિવસ હોવાથી તેના મિત્ર યુવરાજસિંહ ઝાલા, જય૨જસિંહ જાડેજા તાથા દેવ ઉર્ફે ટક્કુ મિી હાઇવે હોટલ પર જમવા જવાના હતા. જેાથી ફરિયાદીના મિત્રો નાયરા પેટ્રોલ પંપની સામે આવેલ આશાપુરા એન્ટરપ્રાઇઝ પાસે યુવાનની રાહ જોઈ રહ્યા હતા.
રાત્રીના સાડા અગિયારેક વાગ્યે ફરીયાદી ઓલા ઇલેક્ટ્રિક બીટાથી ચિત્રકૂટ સર્કલ થઈ તેના મિત્રો પાસે જતો હતો ત્યારે તેનાથી આગળ જીજે ૧૨ બીઆ૨ ૭૯૮૦ નંબરની એક સફેદ કલરની સ્વીફ્ટ કાર ધીમે ધીમે જતી હતી. જેને ઓવરટેક કરી યુવાન આગળ નીકળ્યો હતો. પરંતુ સ્વીફટ કા૨ વાળાએ તેનો પીછો કરી નાયરા પેટ્રોલ પંપની સામે આશાપુરા એન્ટરપ્રાઇઝ પાસે પહોંચી ગયો હતો અને કાર માંથી બહાર નીકળી અચાનક ગાળો બોલવા લાગ્યો હતો. જેાથી ઉભેલા યુવાનોએ ગાળો આપવાની ના પડતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને આજે તમને એકેયને જીવતા જવા નાથી દેવા તેમ કહી ભેઠમાંથી રિવોલ્વર કાઢી હત્યા કરવાના ઇરાદે બે રાઉન્ડ ફાયરિંગ કરી નાખ્યા હતા. જે દરમિયાન યુવાનો નીચા વળી જતા તે બચી ગયા હતા અને એકેયને કોઈ જ ઈજા પહોંચી ન હતી. દરમિયાન પોલીસે ગણતરીની મિનિટોમાં જ ફાયરિંગ કરનાર શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીનું નામ મહેશ આહીર છે જેણે યુવાનો પર હત્યાના ઇરાદે ફાયરિંગ કર્યું હતું.