સાયકલોનીક સર્ક્યુલેશન સક્રિય થતા કચ્છમાં છુટાછવાયા વરસાદની વકી
- ભેજયુક્ત વાતાવરણમાં અસહ્ય ઉકળાટની અનુભૂતિ
- કંડલા એરપોર્ટ ૩૮.૪, ભુજમાં ૩૭.૧, કંડલા પોર્ટમાં ૩૬.ર અને નલિયામાં ૩૬ ડિગ્રી તાપમાન નોંધાયું
ભુજ,બુાધવાર
કચ્છમાં આષાઢી બીજ પહેલાં મેઘરાજાએ મહેર વરસાવતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે. જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં ધુપછાંવનો માહોલ જોવા મળ્યો હતો. ભેજયુક્ત વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અનુભવાયો હતો.
દક્ષિણ ગુજરાતમાં સાયકલોનીકલ સર્ક્યુલેશન સક્રિય થતા કચ્છના કેટલાક વિસ્તારમાં સામાન્ય, હળવાથી ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કંડલા (એરપોર્ટ) કેન્દ્રમાં મહત્તમ તાપમાન ૩૮.૪ ડિગ્રી સે નોંધાયું હતું જે રાજ્યનું સૌથી ગરમ માથક બન્યું હતું. જિલ્લા માથક ભુજમાં તાપમાનનો પારો ૩૭.૧ ડિગ્રીના આંકે સિૃથર રહ્યો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૮૧ ટકા અને સાંજે ૪૯ ટકા રહ્યું હતું. ભેજયુક્ત વાતાવરણમાં બફારાથી લોકો ત્રસ્ત થઈ ગયા હતા. પવનની ઝડપ પ્રતિ કલાક સરેરાશ પ કી.મી.ની અને દિક્ષા દક્ષિણ-પશ્ચિમની રહી હતી. કંડલા પોર્ટમાં મહત્તમ તાપમાન ૩૬.ર ડિગ્રી અને નલિયામાં ૩૬ ડિગ્રી નોંધાયું હતું.