ભુજ,રવિવાર
ગુજરાતમાં લમ્પી વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ગુજરાતના ૧૫ જિલ્લાના ૧ હજારાથી વધુ ગામોના પશુઓ આ વાઈરસની ઝપટમાં આવી ગયા છે. રાજયમાં સૌથી વધુ અસર કચ્છ, જામનગર અને દેવભુમિ દ્રારકા જિલ્લામાં દેખાઈ છે. એકલા કચ્છમાં જ આજ દિન સુાધી ૧૧૩૬ પશુઓના મોત નિપજયા છે. આજે રવિવારે કચ્છ જિલ્લામાં જુદા જુદા તાલુકાઓમાં ૬૮ પશુઓના મોત થયા છે.
લમ્પી વાયરસને વાધતો અટકાવવા માટે રાજય સરકાર હરકતમાં આવી છે અને પશુઓનું રસીકરણ ઝડપી બનાવાયુ છે. ગાય, બળદ જેવા પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝ નામના વાઈરસનો રોગ દેખાવા લાગ્યો છે. અસર ગ્રસ્ત જિલ્લામાં આ રોગ ફેલાતો અટકે તે માટે વાધારાના પશુ ચિકિત્સકોને ડેપ્યુટેશન પર મુકવામાં આવ્યા છે. પશુાધન નિરિક્ષકોને પણ ડેપ્યુટેશન પર મુકાયા છે. બીજીતરફ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, વાસ્તવિકતા છુપાવાઈ રહી છે, કોરોનાની માફક પશુઓના મોત પણ છુપાવાઈ રહ્યા છે. લમ્પી સ્કિન ડિસીઝ માખી, મચ્છર, જુ તાથા ઈતરડીથી ફેલાય છે. આ રોગ પશુઓના સીધા સંપર્કાથી પણ ફેલાય છે. દુષિત ખોરાક અને પાણીથી પણ ફેલાય છે. અઠવાડીમાં આ રોગના લક્ષણો પશુઓમાં દેખાવા માંડે છે. તાવ આવે છે, પશુ ખાવાનું ઓછુ કરે છે, ચામડી પર ફોડલા જેવા ગઠ્ઠા થાય છે, આંખ, નાકમાંથી સ્ત્રાવ, મોઢામાંથી લાળ પડે છે. કેટલાક કિસ્સામાં ગર્ભપાત પણ થાય. દુાધ ઉત્પાદન ક્ષમતા પર માઠી અસર થયા છે જયારે રોગ પ્રતિકારક શકિત સારી હોય તો ૩ સપ્તાહમાં પશુનું સ્વાસૃથય સારુ થાય છે.ત્યારે, આજે કચ્છમાં આજે પણ લમ્પી વાયરસાથી મોત થવાનો સીલસીલો ચાલુ રહ્યો હોય તેમ એક જ દિવસમાં લમ્પી વાયરસના કારણે કચ્છમાં ૬૮ પશુઓના મોત નિપજયા હોવાનું પશુપાલન અિધકારી ડો.હરેશભાઈ ઠકકરે જણાવ્યુ હતુ.
દરમિયાન આજે ડીડીઓએ કચ્છમાં અંદાજે ૧,૮૬,૦૦૦ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. વાધારેમાં વાધારે રસીકરણ થઈ શકે તે માટે વેટરનરી કોલેજના અંતિમ વર્ષના ૩૦૦ વાધારે વિદ્યાર્થીઓને પણ કચ્છમાં આ કામગીરીમાં જોડવામાં આવશે.
તેમણે ગાયોના મૃતદેહના વાઈરલ વીડિયોને લઈને પણ સ્પષ્ટતા કરીને કહ્યું હતું કે ભુજ નગરપાલિકાના વિસ્તારમાં આવેલી નાગોર ડમ્પીંગ સાઈટ એ સાર્વજનિક સાઈટ છે. અહીં નગરપાલિકા અને અન્ય વિસ્તારમાંથી સામાન્ય દિવસોમાં પણ દરરોજ મૃત પશુઓના મૃતદેહનો નિકાલ કરવામાં આવે છે. જેાથી ૨૯ જુલાઈના રોજ જે પશુઓના મૃતદેહના નિકાલમાં વિલંબ થયો હતો તેનો વીડિયો ૩૦ જુલાઈના રોજ વાઈરલ થયો હતો. આ વિલંબ કોન્ટ્રાકટર દ્વારા કોઈ કારણોસર દ્વારા થયો હતો. હાલ આ ડમ્પીંગ યાર્ડમાં પશુઓના કોઈપણ મૃતદેહ ખુલ્લામાં નાથી અને તેનો યોગ્ય ગાઈડલાઈન મુજબ નિકાલ કરવામાં આવ્યો છે.


