કચ્છમાં કોરોનાના વધુ ૬ દર્દીઓ ઉમેરાયા
- જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંક ૧૭૮ પહોંચ્યો
- એક્ટીવ કેસ ૬૪,ઃ ત્રણ સાજા થતા રજા અપાઈ
ભુજ, શુક્રવાર
કચ્છમાં આજે કોરોનાના વધુ ૬ દર્દીઓ સામે આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું. આ ૬ દર્દી પૈકી ભુજમાં નાયબ જિલ્લા વિકાસ અિધકારી ,એક આાધેડ ઉપરાંત ખારોઈ, અંજાર, નાની ખાખર તાથા સાંધીપુરમના એક એક દર્દીનો સમાવેશ થાય છે. તો બીજીતરફ ૩ દર્દીઓ સાજા થઈ જતાં રજા આપવામાં આવી હતી.
આ અંગે આરોગ્ય ખાતાના જણાવ્યા મુજબ અમદાવાદાથી ભુજ આવેલા નાયબ જિલ્લા વિકાસ અિધકારી ગૌરવ પ્રજાપતિ, ભચાઉ તાલુકાના ખારોઈના ચકીવાસની ૨૬ વર્ષીય રહીમાબેન કુંભાર, અંજારના વિજય નગરમાં રહેતા ૫૨ વર્ષના અમૃતલાલ નારાણ બાંભણીયા, અબડાસા તાલુકાના સાંઘીપુરમના ૪૦ વર્ષીય મહેફુઝ ખાનને કોરોના પોઝીટીવ આવ્યો હતો. નવાઈ વચ્ચે આ તમામની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નાથી. તમામને લોકલ કોઈના સંપર્કમાં આવવાથી ચેપ લાગ્યો છે. તો માંડવી તાલુકાના નાની ખાખરના વચાલુ ફળીયાના ૨૪ વર્ષીય યુવરાજસિંહ હનુભા જાડેજાને કોરોના પોઝિટિવના સંપર્કમાં આવ્યાથી ચેપ લાગ્યો છે. તે જ રીતે ભુજના હોસ્પિટલ રોડ પાછળની આર્દશ સોસાયટીમાં રહેતા ૫૮ વર્ષીય સ્વરૃપ ચંદ કોરોના પોઝીટીવના સંપર્કમા આવ્યાથી ચેપગ્રસ્ત બન્યા હતા. આમ, કચ્છમાં ૬૪ એક્ટીવ કેસ સાથે કુલ પોઝિટિવ કેસ ૧૭૮ થઈ ગયા છે. બીજીતરફ આજે ૩ દર્દીઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી હતી. જેમાં બીએસફના બે જવાન અબ્દુલ ગની તાથા આર.કે. પાંડિયન તાથા ગાંધીધામ ભારતનગરની નંદીનીબેન જોષીનો સમાવેશ થાય છે. સાજા થયેલા દર્દીઓનો આંક ૧૦૫ થયો છે. જ્યારે કુલ મોત ૯ થયા છે.
મુલ્યાંકન કસોટીના પગલે પ્રા.શિક્ષકોને પણ કોરોનાનો ચેપ લાગી જવાનું જોખમ
વર્તમાન સમયે કોરોનાને લઈને શાળા-કોલેજો બંધ છે અને ઓનલાઈન શિક્ષણ પીરસવામાં આવી રહ્યુ છે ત્યારે આગામી દિવસોમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની સામાયીક મુલ્યાંકન કસોટી લેવામાં આવનાર હોવાની જાહેરાત કરવામાં આવી છે. પણ આ કસોટી રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જુલાઈ માસના અંતમાં પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓની સામાયિક મુલ્યાંકન કસોટી લેવા આયોજન કરવામાં આવેલ છે. ત્યારે, આ અંગે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા રજુઆત કરવામાં આવી છે કે,વર્તમાન સમયમાં કોરોનાના કેસો વાધતા જાય છે. આવી પરિસિૃથતીમાં દરેક વિદ્યાર્થીના ઘેર ઘેર જઈને આ કસોટી પત્રો વહેંચવાની કામગીરી કરવી શકય જણાતુ નાથી. વધુમાં, જોખમકારક પણ છે. રાજય સરકાર દ્વારા તમામ યુનિવર્સિટીઓની પરીક્ષાઓ પણ મોકુફ રાખવામાં આવેલ છે. આવી પરિસિૃથતી જોતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની આ મુલ્યાંકન કસોટી પણ રદ કરવી જોઈએ તેવી માંગ અધ્યક્ષ ભીખાભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે.