૧૭ ફોર્મ પરત ખેંચાતા કચ્છની ૬ બેઠકો ઉપર ૫૫ ઉમેદવારો મેદાનમાં

- જિલ્લામાં ૯૩ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, ૨૧ ફોર્મ રદ થયા પછી

- ભાજપ-કોંગ્રેસ અને આપના ઉમેદવારો વચ્ચે ખેલાશે કસોકસનો જંગ : ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતા જ કરંટ

ભુજ,ગુરૃવાર

ગુજરાત વિાધાનસભાની પ્રાથમ તબકકાની આગામી તા. ૧ ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીમાં નામાંકન પત્રો પરત ખેંચવાની મુદ્દત આજે બપોરના ૩ વાગ્યે પૂર્ણ થતા જ કચ્છની વિાધાનસભાની છ બેઠકોનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બની ગયું છે. આ ૬ બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના  ૫૫ ઉમેદવારો વચ્ચે કસોકસનો ચૂંટણી જંગ હવે ખેલાશે.

આખરી ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતા જ રાજકીય ગરમાવો આવવાની સાથે ઉમેદવારોનો પ્રચાર પણ કરંટ આવી ગયો છે.

કચ્છની છ બેઠકો ઉપર ડમી સહિતના ૯૩ ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યા હતા.  મંગળવારે ફોર્મ ચકાસણીના રોજ ૨૧ ઉમેદવારોના ફોર્મ અમાન્ય ઠરતા ૭૨ ઉમેદવારો લીસ્ટમાં રહ્યા હતા જયારે આજે ૧૭ ઉમેદવારોના નામાંકન પત્રો પરત ખેંચાતા હવે આ કચ્છની ૬ બેઠક ઉ૫ર ૫૫ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. ૧૭ ફોર્મ પરત ખંચાતા હવે રાપર બેઠક પર ૧૧ ઉમેદવારો, ભુજમાં ૧૦, અંજારમાં ૭, ગાંધીધામ- ૯, અબડાસા ૧૦ અને માંડવી બેઠક પર ૮ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

કચ્છની ૬ બેઠકો પર હવે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે આરપારનો ચૂંટણી જંગ ખેલાશે. અહીં એ ઉલ્લેખનીય છે કે વિાધાનસભાની આ ચૂંટણીમાં આ વખતે રાજકીય પક્ષો કોઇ કસર છોડવા માંગતા ન હોય તેમ મતદારોનો મતો અંકે કરવા માટે એડીચોટીનું જોર લગાવી દીધુ છે. વિાધાનસભા વિસ્તારો વાઇઝ તવા પાર્ટી અને ગુ્રપ બેઠકોનો ધમાધમાટ શરૃ થઇ જવા પામેલ છે. આ ઉપરાંત રાજકીય પક્ષોના તેમજ અપક્ષ ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર અભિયાન પણ શરૃ કરી દીધુ છે. કચ્છની બેઠકોનું આ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બની જતા જ આજે સાંજે ઉમેદવારોના બેલેટ પેપરો પણ પ્રિન્ટીંગમાં મોકલી દેવાયા હતા.  વિાધાનસભાની આ ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં ન્યાય રીતે યોજવા માટે કચ્છ જિલ્લા ચૂંટણી તંત્રએ કમર કસી સતત પગલા લેવાઇ રહ્યા છે.

City News

Sports

RECENT NEWS