FOLLOW US

ડાકોર તાલુકામાં ચંદાસરથી ઠાસરા જવાનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો

Updated: May 24th, 2023


- 7 કિ.મી.નો માર્ગ છેલ્લા 8 મહિનાથી ખખડધજ 

- ઓવરલોડ વાહનોથી શેઢી નદી પર ગરનાળા તૂટી જતા સળિયા દેખાવા લાગ્યા

ડાકોર : ડાકોર તાલુકામાં ચંદાસરથી ઠાસરા જવાનો સાત કિલો મીટરનો માર્ગ અતિ બિસ્માર બન્યો છે. ઓવરલોડ વાહનોના કારણે છેલ્લા છેલ્લા ૮ મહિનાથી આ સમસ્યાથી નાના વાહનચાલકો અને આસપાસના ગ્રામજનો પરેશાન છે. ઓવરલોડ વાહનોની સતત હેરફેરને લીધે શેઢી નદી પર ગરનાળાના રોડ એટલી હદે તૂટીને બિસ્માર બન્યા છે કે ત્યાં સળિયા દેખાવા લાગ્યા છે. સત્વરે આ રોડ રિપેર કરાય તેવી માગ ઉઠી છે.

ચંદાસરથી ઠાસરા જવાનો સાત કિલોમીટર સુધીનો માર્ગ જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના અંડરમાં આવે છે. આ રોડ પર ઓવરલોડ વાહનચાલકોને કારણે છેલ્લા ૮ મહિનાથી ખખડધજ બની ગયો છે. તો બીજી તરફ ઓવરલોડ વાહનોના કારણે શેઢી નદી પર ગરનાળાના રોડ તૂટીને એટલી હદે બિસ્માર બન્યા છે કે ત્યાં તો સળિયા દેખાવા લાગ્યા છે. સીંગલ રોડ હોવાને કારણે મોટા વાહનોની લાઈટોથી નાના વાહનો અંજાઈને અકસ્માતના ભોગ બને છે. આ રોડ પર નાના ગામડાઓની વસ્તી આસરે ૨૦થી ૩૦ હજારની છે અને તે લોકોને પણ આ ભારે વાહનો અને મોટા વાહનોને કારણે ટ્રાફિક અને ખાડાઓને કારણે અકસ્માતનો ભય સતાવે છે. ૮ ગામડાના ગ્રામજનોને તાલુકા મથક ઠાસરા જવા માટે અને ડાકોર જાવા માટે આ રોડનો ઉપયોગ કરવો પડે છે ત્યારે ખખડધજ રોડથી લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠયા છે. સરપંચોની માગણી છે કે, ગરનાળાઓ પર દેખાતા સળિયાઓ ઢંકાય તે લેવલ સૂધી રોડ સત્વરે રિપેરિંગ કરી, લેવલિંગ કરી હાલાકી દૂર કરાયા.

Gujarat
IPL-2023
Magazines