એસ ટી બસના ચાલકની લાશ બોડેલીના અલ્હાદપુરા ગામની કેનાલમાંથી મળી

- 2 દિવસથી ગુમ થયેલા
- કાર લઇ નોકરી જવા માટે નીકળ્યા હતા, બોડેલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
મૂળ કવાંટ તાલુકાના મોટા દેવધ અને હાલ રહે.નસવાડી જી. છોટાઉદેપુર રહેતા કનુભાઇ હીરાભાઇ રાઠવા (ઉ.વ.૫૨) ગુજરાત એસ.ટી નીગમમાં છેલ્લા ૨૨ વર્ષથી ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા.તે છેલ્લા બે વર્ષથી બોડેલી ડેપોમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા.તે નસવાડી ખાતે શિવનગર સોસાયટીમાંથી નોકરીમાં અપ- ડાઉન કરતા હતા કનુભાઇ તા.૧૮ ના રોજ સાંજે ૮ વાગે સમયે જમી પરીવારી તેમની કાર લઇ બોડેલી નોકરી જવા નીકળેલા હતા.
પરંતુ કનુભાઈ ગાડી બિનવારસી હાલતમાં કોલંબા અને સાતબૈડીયાની વચ્ચે નર્મદા કેનાલ ઉપર ચાવી સાથે પડેલા અને ગાડીમાં કનું ભાઈના સાળાનો નંબર હોવાથી અજાણ્યા માણસનો ફોન જાણ કરતા કનુભાઈ સાળો ગાડીના સ્થળે ફોન તપાસ કરી નસવાડી ખાતે આવેલો હતો. સગા સંબંધીઓની સાથે નર્મદા કેનાલ ઉપર તપાસ કરેલા પરંતુ કનુભાઈ મળી આવેલ નહી અને આજે કનુભાઇ તપાસ કરવા બોડેલી નર્મદા કેનાલ ઉપર નીકળેલા હતા.
તે દરમ્યાન તપાસ કરતા કરતા નર્મદા કેનાલના અલ્હાદપુરા ગેટ પાસે નર્મદા કેનાલના પાણીમાં લાશ તણાતી જોતા જેને બહાર કાઢી ખાત્રી તપાસ કરતા લાશ કનુભાઇ મૃત્યુ પામેલી હાલતમાં હતી. બોડેલી ઘટનાં સ્થળે પહોંચી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

