Get The App

ખેડા જિલ્લામાં કોરોનાના રેકોર્ડબ્રેક 24 કેસ

- ખેડા તાલુકાની મહિલાનું કોરોનાથી મોત

- નડિયાદમાં બીજા દિવસે ય 10 કેસ : કપડવંજમાં 6, મહેમદાવાદમાં 3 : ગળતેશ્વર, કઠલાલ, અલીન્દ્રા, મહુધા અને ખેડામાં 1-1

Updated: Jul 4th, 2020

GS TEAM

Google News
Google News
ખેડા જિલ્લામાં કોરોનાના રેકોર્ડબ્રેક 24 કેસ 1 - image


નડિયાદ,  તા.4 જુલાઈ 2020, શનિવાર

ખેડા જિલ્લામાં કોરાનાનો કહેર યથાવત રહ્યો છે. સતત બીજા દિવસે પણ જિલ્લામાં રેકોર્ડે બ્રેક ૨૪ દર્દીઓ નોધાયા છે.આજે જિલ્લાનો પોઝીટીવ દર્દીઓનો આંકડો ૨૪૪ પર પહોંચ્યો છે. નડિયાદ શહેરમાં ગઇકાલની જેમ આજે ૧૦ દર્દીઓ નોધાયા છે.આ ઉપરાંત  મહેમદાવાદ શહેરમાં ત્રણ, કપડવંજમાં  છ, ગળતેશ્વરમાં એક, કઠલાલમાં એક, અલીન્દ્રામાં એક તથા મહુધામાં એક, ખેડામાં એક એમ મળી કુલ ૨૪ કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. જ્યારે ખેડા  તાલુકાની એક મહિલાનુ મૃત્યુ નીપજ્યુ  છે.

ખેડા તાલુકાના વારસંગ ગામના વણકર વાસમાં રહેતા શાંતાબેન જેસંગભાઈ મકવાણા,  ઉં.વ. ૬૭ પાઈલ્સની બીમારીથી પીડાતા હોઈ બ્લીડીંગ થવાથી અશક્તિ આવી ગઈ હતી અને ગત તા. ૨૫ જુનના રોજ તેમની તબિયત બગડી હતી તેથી સ્થાનિક ડોક્ટરે સારવાર આપી હતી પરંતુ વધારે તબિયત બગડવાથી કરમસદ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. ત્યાં તેમનું કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યું હતું પરંતુ ગત તા. ૧ જુલાઈના રોજ સાંજે ૫-૩૦ કલાકે તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

નડિયાદ શહેરમાં એક  જ દિવસમાં નવ નવા કેસો નોંધાયા છે. જેમાં ૨ સ્ત્રી અને ૭ પુરુષ  છે.આ દર્દીઓ શહેરના પીજ રોડ ઉપર આવેલ નારણપાર્ક સોસાયટીમાં,મિશન રોડની  મંગલપાર્ક ,પીજરોડની  તપોવન સોસાયટી, પાંચ હાટડી  પુજાના સફવાન સ્ટોર્સ,કોલેજ રોડ પરનો  ભાવના ફ્લેટ,   શીતલસીનેમા પાછળ દરબાર વગા, ભોજા તલાવડી સબીના પાર્ક ,પેટલાદ રોડની કૃષ્ણાનંદનગર સોસાયટી,કિશનસમોસાનો ખાંચો  પ્રેમહીલ  વિસ્તારોમાં પોઝીટીવ કેસો નોંધાયા છે. આજે મહેમદાવાદ શહેરના નડિયાદી દરવાજા વિસ્તાર, સોકત મહોલ્લો, અને ચિત્રકુટ સોસાયટીમાં પોઝીટીવ કેસો નોંધાયા હતા. કપડવંજ શહેરમાં અને તાલુકામાં એક જ દિવસમાં છ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે.

ખેડા શહેરના હાઈવે ચોકડી મોહંમદચાચા જમાલભાઈની વાડી વિસ્તારમાં રહેતા મુરાદ દીનભાઈ જમાલભાઈ વ્હોરા, ઉં.વ. ૬૨નો કોરોના રીપોર્ટ પોઝીટીવ જાહેર થયો છે. તેઓને ગત તા. ૩૦ જુનના રોજ તાવ અને અશક્તિ આવી હતી. આ બાદ તબિયતમાં સુધારો ન થતાં વડોદારની એક ખાનગી હોસ્પિટલમાં ગયા હતા જ્યાં તેમનો ગત તા. ૨ જુલાઈના રોજ કોરોના રીપોર્ટ કરવામાં આવ્યો હતો. જે આજે પોઝીટીવ જાહેર થયો છે.ગળતેશ્વર તાલુકાના ટીંબાના મુવાડા થર્મલ ચોકડી, નાલંદા સોસાયટીમાં રહેતા અલ્કેશકુમાર તુલસીભાઈ પટેલ, ઉ.વ. ૪૮નો કોરોના રીપોર્ટ પોઝીટીવ જાહેર થયો છે. તેઓને ઠંડી લાગીને તાવ તેમજ પગમાં દુઃખાવાની તકલીફ થઈ હતી જેથી તેઓ  વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ગયા હતા. જ્યાં ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે આજે પોઝીટીવ જાહેર થયો છે.

કઠલાલ શહેરના વ્હોરવાડમાં રહેતા પરવીનબેન એ. વ્હોરા ઉં.૩૦ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ જાહેર થયો છે. છેલ્લા સાત દિવસથી તેઓ કઠલાલ માં આવ્યા હતા. તેમની તબિયત બગડતા તેઓએ કઠલાલ પી.એચ.સી.માં કોરોના ટેસ્ટ કરાવ્યો આવ્યો હતો. જે આજ રોજ પોઝીટીવ જાહેર થયો છે. આ બાદ પાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી.   જ્યારે નરસંડાની બાજુમાં  અલીન્દ્રા ડૉક્ટર ક્વાટર્સમાં રહેતા ંક્રિષ્નાબેન મયુરભાઈ મહાવાડીયા ઉં.વ. ૩૦નો કોરોના રીપોર્ટ પોઝીટીવ જાહેર થયો છે.

મહેમદાવાદના ત્રણ પોઝિટિવ કેસ

(૧) ગુલામમહંમદ ગુલામ એહમદ સોદાગર, ઉં.વ. ૬૧, નડિયાદી દરવાજા વિસ્તાર

(૨) શબાનાબાનુ ઝેડ. મલેક ઉં.વ.૩૩, સોકત મહોલ્લો વિસ્તાર

(૩) ધર્મેશભાઈ રાજુભાઈ પ્રજાપતિ ઉ.વ. ૩૩, ચિત્રકુટ સોસાયટી વિસ્તાર

નડિયાદના ૯ દર્દીઓનાં નામ

(૧) સતીષભાઈ મણિભાઈપટેલ -  નારાયણપાર્ક પીજ રોડ,

(૨) પ્રમોદભાઈ કે. કા.પટેલ - મંગલપાર્ક સોસાયટી, મિશનરોડ

(૩) બીપીન આર. પટેલ - તપોવન સોસાયટી, પીજરોડ

(૪) અબ્દુલરહીમ એ. - પુજાના સફવાન સ્ટોર્સ, પાંચ હાટડી

(૫) ભરત એચ. શાહ - ભાવના ફ્લેટ, કોલેજ રોડ

(૬) મિતુલ પરમાર - દરબાર વગો, શીતલસીનેમા પાછળ,

(૭) ફાતમાબેન ટ્રકવાલા - સબીના પાર્ક ભોજા તલાવડી

(૮) ચાંદની સી. ધોળકીયા - કૃષ્ણાનંદનગર સોસાયટી, પેટલાદ રોડ

(૯) મિહીર કે. દેસાઈ - પ્રેમહીલ, કિશનસમોસાનો ખાંચો

કપડવંજના પાંચ દર્દીઓ

(૧)  ઘનશ્યામભાઈ પટેલ ઉં.વ. ૪૭, 

(૨) નિમિષાબેન ડી. પટેલ ઉં.વ. ૪૦,

(૩) વૈભવ જે. પટેલ ઉં.વ. ૨૮,  

(૪) મોહસીન આર. મન્સુરી ઉં.વ. ૩૧, 

(૫) અબ્દુલકાદર અબ્દુલમજીદ શેખ ઉં.વ.આશરે ૬૨

(૬) ધવલ એમ. પટેલ

Tags :