ખેડા જિલ્લામાં ત્રણ સ્થળે દરોડા નવ જુગારી જુગાર રમતા ઝડપાયા
- નડિયાદમાં રૃા. ૧૯૭૦, મહુધાના નગલાવ પાસે રૃા. ૧૦૭૦ અને ઠાસરા રતનજીના મુવાડામાં રૃા.૧,૨૬૦નો મુદ્દામાલ જપ્ત
નડિયાદ, તા.1 ઓગષ્ટ 2020, શનિવાર
ખેડા જીલ્લામાં ત્રણ અલગ અલગ જગ્યાઓ ઉપર ચાલી રહેલા જુગારધામો પર સ્થાનિક પોલીસે દરોડા પાડયા હતા. જેમાં પહેલો નડિયાદના પાંચ હાટડી, બીજો મહુધાના નગવાલ પ્રાથમિક શાળા અને ત્રીજો ઠાસરા તાલુકાના રતનજીના મુવાડાના ખેતરમાં દરોડા પાડયા હતા. આ બનાવમાં કુલ નવ વ્યક્તિઓ વિરૃધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પહેલો બનાવ નડિયાદ શહેરના પાંચ હાટડી વિસ્તારમાં સ્થાનિક પોલીસે જુગારધામ પર દરોડો પાડયો હતો. જેમાં સલીમ ફકીરમહંમદ ભઠીયારા, સલીમ ઇબ્રાહિમ સોડપુરવાળા અને તોસીફ ઉર્ફે ગાલીફ સલીમભાઇ કુરેશીને ઝડપી પાડયા હતા. ઉપરોક્ત વ્યક્તિઓની અંગઝડતી અને દાવ પરથી રૃા.૧૯૭૦ નો મુદ્દામાલ જપ્ત કરી નડિયાદ ટોઉન પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજો દરોડો મહુધા તાલુકાના નગલાવ પ્રાથમિક શાળા પાછળ ચાલી રહેલા જુગારધામ પર સ્થાનિક પોલીસે દરોડો પાડયો હતો. જેમાં હરતાનભાઈ નારણભાઈ પરમાર, દેવેન્દ્રસિંહ મોહનસિંહ ચૌહાણ અને ભગાભાઇ તખતસિંહ સોઢાપરમારને ઝડપી પાડયા હતા. ઉપરોક્ત વ્યક્તિઓની અંગઝડતી અને દાવ પરથી રૃા.૧૦૭૦ નો મુદ્દામાલ જપ્ત કરી મહુધા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ત્રીજો દરોડો ઠાસરા તાલુકાના રતનજીના મુવાડા ખેતરમાં ચાલી રહેલા જુગારધામ પર સ્થાનિક પોલીસે દરોડો પાડયો હતો. જેમાં ગોવિંદભાઇ અભેસિંહ ચાવડા, લાલસિંહ ઉર્ફે સંજયસિંહ ઇન્દ્રસિંહ ચાવડા અને પ્રવિણસિંહ રમણસિંહ ચૌહાણે ઝડપી પાડયા હતા. ઉપરોક્ત વ્યક્તિઓની અંગઝડતી અને દાવ પરથી રૃા.૧૨૬૦ નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.