Get The App

ખેડા જિલ્લામાં કોરોનાના વધુ 3 કેસ નોંધાયા પોઝિટિવ દર્દીનો આંકડો 87 ને આંબ્યો

- અનલોક-૧માં છુટછાટ અપાતા માત્ર 2 જ દિવસમાં 11 કેસ નોંધાયા

- ખેડા તાલુકાના વવડીના પ્રાથમિક શાળાના કલાર્ક તરીકે ફરજ બજાવતો શખ્સ કોરોનામાં સપડાયો : નડિયાદ અને કણજરીમાં એક-એક કેસ

Updated: Jun 5th, 2020

GS TEAM

Google News
Google News
ખેડા જિલ્લામાં કોરોનાના વધુ 3 કેસ નોંધાયા પોઝિટિવ દર્દીનો આંકડો 87 ને આંબ્યો 1 - image


નડિયાદ, તા.5 જૂન 2020, શુક્રવાર

ખેડા જિલ્લામાં આજે વધુ ત્રણ કોરોના પોઝીટીવ કેસ જાહેર થયા છે. જેમાં નડિયાદ,ખેડાના વાવડી,અને એક કણજરીમાં નોધાયો છે.કુલ-ત્રણ નવા કેસ જિલ્લામાં નોધાતા જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીનો આંકડો  ૮૭  પર પહોંચ્યો છે. અનલોક-૧ના પગલે ખેડા જિલ્લામાં માત્ર બે દિવસમાં ૧૧ કોરોના પોઝીટીવ કેસો નોધાયા છે.

ખેડા તાલુકાના વાવડી ગામમાં રહેતા શૈલેષભાઈ આર્ય ઉ.૫૨નો કોરોના રિપોર્ટ ગતરોજ પોઝીટીવ જાહેર થયા હતો. શૈલેષભાઈ ઢઠાલ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. તેમને પથરીનો દુઃખાવો રહેતો હતો અને છેલ્લા પંદર દિવસથી તેઓ બીમાર હતા. આ દરમિયાન તાવ અને ખાંસી જેવી તકલીફ થતા બારેજા તથા ખેડાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ખાનગી દવાખાના દ્વારા સરકારી દવાખાને લઈ જવાનું જણાવ્યું હતું તેથી તેઓને નડિયાદની એન.ડી. દેસાઈ હોસ્પિટલમાં ગત તા. ૪ જૂનના રોજ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં મોડી રાત્રે તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ જાહેર થયો હતો. આ બાદ વાવડી ગામે આરોગ્ય ટીમ દ્વારા આ વિસ્તારમાં  સર્વેેની કામગીરી હાથ ધરી હતી તથા ગ્રામ પંચાયત દ્વારા આ વિસ્તારને સેનેટાઈઝ કરીને રોડ રસ્તા ઉપર વાંસ, ઝાડી ઝાંખરાની આડશ ઉભી કરી રસ્તો બ્લોક કરી સમગ્ર વિસ્તારને ક્વૉરન્ટાઈન કરાયો હતો. શૈલેષભાઇના પરિવારમાં ૧૬ સભ્યોનો સમાવેશ થાય છે.

નડિયાદના બીલોદરા જેલ પાસે આવેલ પુનેશ્વર પાર્કમાં રહેતા નિલેશભાઈ ચંદ્રકાંતભાઈ વૈષ્ણવનો કોરોના રિપોર્ટ પોઝીટીવ જાહેર થયો છે. નિલેશભાઈ ગત તા. ૩૧ મેના રોજ અમદાવાદ ખાતે ટ્રેક્ટર લેવા માટે ગયા હતા. તે જ દિવસે પોતાના ઘરે નડિયાદ પરત ફરતા તેઓની તબિયત બગડી હતી જેથી તેઓએ સામાન્ય સારવાર લીધી હતી. આ બાદ ગત તા. ૪ જુનના રોજ એન.ડી. દેસાઈ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનો કોરોના ટેસ્ટ લેવામાં આવ્યો હતો. જે પોઝિટીવ જાહેર થયો હતો. નિલેશભાઈને કોરોના કેસ પોઝિટીવ જાહેર થતા આરોગ્ય વિભાગની ટીમ તેમના ઘરે આવી નિલેશભાઈના માતાને ક્વૉરન્ટાઈન કર્યા હતાં. 

કણજરી શહેરમાં આવેલ પાકિજા સોસાયટીમાં રહેતા યુનુસભાઇ રસુલભાઇ વ્હોરા ઉં.૬૫ નો કોરોના રીપોર્ટ ગત રોજ પોઝીટીવ જાહેર થયો હતો.યુનુસભાઇને લગભગ છેલ્લા બે વર્ષથી ડાયાબિટીસની તકલીફ છે.તેમની દવા કણજરીના એક ડૉકટરની ચાલે છે.તા.૧-૬-૨૦ ના રોજ તાવ આવતા તેઓ આણંદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.ત્યાંથી એક સ્થાનિક લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યો હતો.તા.૪-૬-૨૦ ના રોજ લેબોરેટરીમાં સી. ટી. સ્કેન કરાવ્યુ હતુ.અને ત્યા કોરોના રીપોર્ટ કરાવ્યો હતો.જે પોઝીટીવ જાહેર થયો હતો.તેમના પરિવારમાં કુલ-ત્રણ સભ્યો છે. આ ઉપરાંત યુનુસભાઇ કણજરીમાં સાડી દુકાન ચલાવે છે.

Tags :