ખેડા જિલ્લામાં ગુરૃપૂર્ણિમાં મહોત્સવની આસ્થાભેર ઉજવણી : ભાવિક ભક્તોએ ઓનલાઇન દર્શન કર્યા
- નડિયાદના સંતરામ મંદિરના ભક્તોએ ઘર બેઠા પાદુકા પૂજન કર્યું
- વડતાલ અને ડાકોર સહિતના વિવિધ મંદિરો દ્વારા પોતાની વેબસાઈટ પર દર્શનની વ્યવસ્થા કરવામાં આવી
નડિયાદ, તા. 5 જુલાઈ 2020, રવિવાર
ખેડા જિલ્લામાં ગુરુપુર્ણિમાં મહોત્સવની ઉજવણી ઓનલાઇન કરવામાં આવી હતી.સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિધ્ધ મંદિર વડતાલ અને ડાકોર સહિતના જિલ્લાના વિવિધ મંદિરો દ્વારા પોતાની વેબસાઇટ પર દર્શન યોજવામાં આવ્યા હતા.જ્યારે નડિયાદ શહેરના શ્રી સંતરામ મંદિરના ભક્તાએ ઘરે બેસી પાદુકા પૂજન કર્યુ હતુ.જિલ્લાના કઠલાલ અને ગળતેશ્વર સહિતના તાલુકાઓમાં ગુરુપુર્ણિમાં ઉજવણી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે કરાઇ હતી.
સંતરામ મંદિર ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ પ્રવર્તમાન પરિસ્થિતીને કારણે આ વર્ષે બંધ રાખવામાં આવ્યો છે.સંતરામ મંદિર ક્વોરન્ટાઇન હોવાથી ભક્તોજનો ભગવાનના દર્શન કરી શકયા ન હતા.આ ઉપરાંત શ્રી સંતરામ દેરી ના દર્શન બંધ કરવામાં આવ્યા છે.ગુરુપૂર્ણિમાના પાદુકા પૂજન અને ઉત્સવ બંધ રાખવામાં આવ્યો છે.જેથી દરેક ભાવિક ભક્તોએ પાદુકા પૂજન તથા ભજન કિર્તન ઘરે બેસીને કર્યા હતા.હાલ કારોના મહામારીના કારણે ભીડ એકઠી ન થાય તે માટે તંત્ર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.જેમાં માસ્ક અને સેનેટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સનુ પાલન કરી પૂજન અર્ચન કરવા જણાવ્યુ હતુ.જો કે નડિયાદ શહેરમાં પોઝીટીવ કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે.માટે મંદિરો દ્વારા પોતાના ભક્તોને ઘરે બેસી પૂજન-અર્ચન કરવા અપીલ કરી હતી.ં પ્રવર્તમાન પરિસ્થિતી અને કોરોના મહામારીને કારણે સમગ્ર ખેડા જિલ્લા અને ખાસ કરીને નડિયાદ શહેરમાં પોઝીટીવ કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી હોવાથી શ્રી સંતરામ મંદિરમાં દર્શન હાલના સંજોગોમાં સદંતર બંધ રાખવામાં આવ્યા છે.મંદિરમાં પૂજન-અર્ચન પરંપરા ચાલુ રહેશે પરંતુ ભાવિક ભક્તોને માટે દર્શન બંધ રાખવામાં આવ્યા હતા.
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિર એવા વડતાલમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ઓનલાઈન યોજાયો હતો.વર્તમાન કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ગુરુપૂર્ણિમા મહોત્સવ પ્રસંગે ભાવિકોને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.પરંતુ મંદિરની વેબસાઈટ અને યુ-ટયુબ ઉપરથી કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવ્યો હતો.જેમાં સવારે ૭-૦૦ થી ૧૦-૦૦ દરમિયાન હરિકૃષ્ણ મહારાજ, પ.પૂ. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા વડીલ સંતોના આશીર્વચનો આપ્યા હતા.લાખો સંખ્યામાં હરિભક્તાએે ઓનલાઈન પૂજન વિઘિ કરી દર્શન નિહાળ્યા હતા. ગળતેશ્વર મહાદેવ ખાતે આવેલ સંત આશ્રમમાં આજરોજ ભરતભાઇ સેવકની હાજરીમાં ગણ્યાગાંઠયા લોકોની ઉપસ્થિતીમાં ગુરુપુર્ણિમાં મહોત્સવની ઉજવણી કરી હતી.આજરોજ બ્રહ્મલીન પ.પૂ.નિર્મલદાસજી મહારાજની પ્રતિમા અને પાદુકાનુ પૂજન કરવામાં આવ્યુ હતુ.સરકારી ગાઇડલાઇન અનુસાર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખી ઉજવણી કરાઇ હતી.આ વર્ષે આશ્રમ દ્વારા બહારના ભક્તો માટે દર્શન બંધ રાખ્યા હતા.આ ઉપરાંત ફરાળની વ્યવસ્થા પણ બંધ રાખી હતી.તેમજ સમૂહ પૂજન બંધ રાખવામાં આવ્યુ હતુ.મંદિર દ્વારા લોકડાઉનનો ચૂસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે.કઠલાલ તાલુકાના જરાવત,ચેલાવત અને મહાદેવપુરા ગામના મંદિરોમાં ગુરુપુર્ણિમાંની ઉજવણી કરવામાં આવી હતી.ભક્તોએ મંદિરોના મહંતાના આશીર્વાદ લીધા હતા.આ પ્રસંગે ભાજપના કાર્યકરો દ્વારા માસ્કનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે ભાટેરા ગ્રામ પંચાયતના સરપંચ રાજેશભાઇ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.