- અસહ્ય દુર્ગંધથી મુસાફરોના હાલ બેહાલ
- નગરપાલિકા અને એસટી વિભાગ એક બીજા ઉપર સફાઈની જવાબદારી ઢોળે છે
અમદાવાદ : આણંદના બસસ્ટેન્ડમાં ઠેર ઠેર કચરાના ઢગલાં પડયા હોવાના કારણે મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. જ્યારે નગરપાલિકા અને એસટી વિભાગ એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે.
આણંદમાં આવેલા નવા બસસ્ટેન્ડમાં કચરાના ઢગલાં પડયા છે. મુસાફરોના જણાવ્યા મુજબ અનેકવાર રજૂઆત છતાં કોઈના દ્વારા સફાઈ કરવામાં આવતી નથી.
સમયાંતરે સફાઈના અભાવે અસહ્ય દુર્ગંધ આવતાં તેઓને થઈ રહેલ હાલાકીમાં વધારો થયો છે. નગરપાલિકા અને એસટી વિભાગ દ્વારા સફાઈની જવાબદારી એકબીજા ઉપર ઢોળી દેવામાં આવે છે. તંત્ર સત્વરે સાફ-સફાઈ કરાવે તેવી તેઓની માંગ છે.


