નડિયાદ, તા. 8 જુલાઈ 2020, બુધવાર
ઠાસરા તાલુકાના પાંડવણીયા અને માસરા ગામમાં વિજળીની અનિયમિતતાના કારણે ગ્રામજનો મુખ્ય કચેરીએ પહોચ્યા હતા.જ્યા ખેડુતોએ લાઇટ અંગ હલ્લાબોલ કર્યો હતો.આ ઉપરાંત એમ.જી.વી.સી.એલએ જાહેર કરેલ નંબર વ્યસ્ત હોવાના કારણે ખેડુતો મુશ્કેલીમાં મૂકાયા છે.ખેડુતો વીજળી આપવા અંગે રજૂઆત કરી હતી.
પાંડવણીયા અને માસરા ગામના ખેડુતો વીજકાપના કારણે ત્રાહીમામ પોકારી ઉઠયા છે.છેલ્લા એક અઠવાડિયાથી વીજળી મળતી ન હોવાનુ ગ્રામજનો જણાવી રહ્યા છે.આ ઉપરાંત ખેડુતો જ્યારે એમ.જી.વી.સી.એલ એ આપેલ ફોન પર ફઓન કરે ત્યારે લાગતો ન હોવાની ફરિયાદ ઉઠી છે.આ ઉપરાંત એમ.જી.વી.સી.એલના જવાબદાર અધિકારીને એકલ દોકલ ખેડુત લાઇટ અંગે રજૂઆત કરવા જાય ત્યારે સાંભળતા ન હોવાના આક્ષેપો કર્યા છે.આ ઉપરાંત અધિકારીઓ ખેડુતો સાથે અભદ્રભાષામાં વાત કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત એમ.જી.વી.સી.એલ દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ પર હોવાનુ જણાવ્યુ હતુ.દર શુક્રાવેર સવારના ૮ થી ૪ સુધી લાઇટ કાપ કરવામાં આવે છે.તેમ છતા આડા દિવસે પણ લાઇટો આપતા ન હોવાનુ ખેડુતો જણાવી રહ્યા છે.વધુમાં ખેડુતોએ જણાવ્યુ હતુ એમ.જી.વી.સી.એલ ના અધિકારી અમદાવાદથી અપડાઉન કરે છે અને તેમને બદલી કરાવવા માટે હેરાન કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.વીજકાપ ના કારણે ખેતરમાં પાણીની જરૃરીયાત પૂર્ણ થઇ શકતી નથી.


