mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

નડિયાદમાં વીજ કર્મી પર હુમલો, સારવાર માટે ખસેડાયા

Updated: May 26th, 2024

નડિયાદમાં વીજ કર્મી પર હુમલો, સારવાર માટે ખસેડાયા 1 - image


- રાત્રે વીજ પુરવઠો પૂર્વવત કરવા ગયા હતા

- 4 ટાંકા આવ્યા, અસામાજિક તત્વો સામે પગલા લેવા માંગણી

નડિયાદ : નડિયાદ પશ્ચિમ વિસ્તારના વીજ વિભાગના ડેપ્યુટી એન્જીનિયર પર રામ તલાવડી નજીકના એક વિસ્તારમાં હુમલાની ઘટના બની છે. મોડી રાત્રે સતત લાઈટો જવાની ફરીયાદો વચ્ચે ડે.એન્જીનિયર અને તેમનો સ્ટાફ સમારકામ માટે ગયા હતા. જે દરમિયાન લોકોનું ટોળુ તેમની સાથે માથાકૂટ પર ઉતર્યુ હતંુ. આ વચ્ચે અજાણ્યા ઈસમે બોથડ પદાર્થથી ડે.એન્જીનિયર પર હુમલો કર્યો હતો. જ્યાં નડિયાદ સિવિલમાં સારવાર દરમિયાન એન્જીનિયરને આંખની ઉપર ૪ ટાંકા લેવામાં આવ્યા છે.

આ સમગ્ર બાબતે નડિયાદ પશ્ચિમ વીજ વિભાગના ડેપ્યુટી એન્જીનિયર ભાવેશકુમાર પારેખ દ્વારા નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે એક લેખિત ફરીયાદ આપવામાં આવી છે. જેમાં જણાવ્યુ છે કે, ગઈકાલે મોડી રાત્રે ૧૨ વાગ્યાના અરસામાં રામ તલાવડી નજીક ઘનશ્યામનગરમાં પ્રશાંત કોલોની સહિતની સોસાયટીઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જેથી ભાવેશકુમાર પોતાના સ્ટાફ સાથે ત્ટીના નિરાકરણ માટે પહોંચ્યા હતા. આ દરમિયાન અચાનક એક ટોળુ વીજ વિભાગની ટીમ પાસે પહોંચી માથાકૂટ કરવા લાગ્યુ હતુ. 

આ દરમિયાન એક અજાણ્યા ઈસમ દ્વારા ભાવેશકુમાર પર બોથડ પદાર્થથી માથામાં હુમલો કરાયો હતો. જ્યાં આંખની ઉપરના ભાગે ઈજા પહોંચી હતી. આ દરમિયાન સ્ટાફ દ્વારા તાત્કાલિક તેમને નડિયાદ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તેમને આંખની ઉપરના ભાગે ૪ ટાંકા આવ્યા હતા.

 આ મામલે તેમણે પશ્ચિમ પોલીસમાં લેખિત અરજી આપી જણાવ્યુ છે કે, આવા તત્વોને વેગ ન મળે અને ભવિષ્યમાં આવી બિના ન બને તેમજ સરકારી કામગીરીમાં કોઈ દખલગીરી ન કરે તે માટે કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગણી કરી છે. ઉલ્લેખનીય છે કે, ઉનાળાની તુ વચ્ચે વારંવાર પશ્ચિમ વિસ્તારમાં વીજળી ગુલ થવાના પ્રશ્નો સર્જાયા છે. આ વચ્ચે ગત રોજ પ્રશાંત કોલોની અને રામ તલાવડી વિસ્તારમાં આ બિના બનતા વીજ વિભાગ પણ હેબતાઈ ગયો છે.

Gujarat