ખેડા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત્ નવા 29 પોઝિટિવ કેસ : 2 દર્દીનાં મોત
- નડિયાદ અને વસોમાં કાળમુખો કોરોના વધુ 2 ને ભરખી ગયો
- નડિયાદમાં 13, ખેડામાં 3, મહેમદાવાદમાં 5, કપડવંજમાં 4, ડાકોર તેમજ કઠલાલ, વસો અને ઠાસરામાં 1-1 કેસ
નડિયાદ, તા. 17 જુલાઈ 2020, શુક્રવાર
ખેડા જીલ્લામાં સતત કોરોનાના પોઝીટીવ કેસોમાં વધારો થયો છે. જીલ્લામાં આજે ૨૯ જેટલા કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. આજે જીલ્લાના વડા મથક નડિયાદ શહેરમાં ૧૩ કોરોના પોઝીટીવ કેસો આવતાં શહેરના વિસ્તારોને ક્વૉરન્ટાઈલ કર્યા છે. આ ઉપરાંત તાલુકા મથક ખેડામાં ત્રણ, મહેમદાવાદમાં પાંચ, કપડવંજમાં ચાર અને ડાકોરમાં એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે. જીલ્લામાં કુલ પોઝીટીવ દર્દીનો આંક ૪૭૭ પર પહોંચ્યો છે.જ્યારે વસોમાં અને નડિયાદ શહેરના એક-એક વ્યક્તિનુ કોરોના સારવાર દરમ્યાન મૃત્યુ પામતા જિલ્લાનો મૃત્યુ આંક ૩૫ પહોચ્યો છે. વસો શહેરની નાની વ્હોરવાડમાં રહેતા રફીકભાઇ મહંમદભાઇ વ્હોરા ઉં.૫૪ નુ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ છે.
તેઓને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.જ્યા તેઓનુ સારવાર દરમ્યાન મોત નિપજયુ છે.જ્યારે નડિયાદ શહેરના ગાંધીપાર્ક સોસાયટી કોલેજ રોડ પર રહેતા યોગેશભાઇ કનૈયાલાલ સારીયા ઉં.૬૫ નુ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ છે.તેઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા નડિયાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.જ્યા તેઓનુ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ છે.
નડિયાદ સહિત વિવિધ સ્થળે નોંધાયેલા દર્દી
* રાજેશભાઈ આર. ભીમાણી ઉં.વ. ૫૧ સંતરામ નગર સોસાયટી, નડિયાદ , * ચંદ્રિકાબેન ટી. મિસ્ત્રી ઉં.વ. ૫૭ શ્યામકુંજ સોસાયટી, નડિયાદ , * મિનાબેન ટી. મિસ્ત્રી ઉં.વ. ૫૦ શ્યામકુંજ સોસાયટી , નડિયાદ * મીત મનહરભાઈ પટેલ ઉં.વ. ૨૦ રાધેકિશન પાર્ક, મહેમદાવાદ, * મનહરભાઈ રાવજીભાઈ પટેલ ઉં.વ. ૪૪ રાધેકિશન પાર્ક, મહેમદાવાદ, * ધવલભાઈ ગોપાલભાઈ હિંગુ ઉં.વ. ૩૧ રાધેકિશન બંગલોઝ, મહેમદાવાદ, * વિનોદભાઈ ઈશ્વરભાઈ પટેલ ઉં.વ. ૬૩ સ્વામિનારાયણ મંદિર, વાંઠવાળી, મહેમદાવાદ, * પ્રતાપભાઈ તખાભાઈ ચૌહાણ ઉં.૫૯ જૂના ઘરા વિસ્તાર દાજીપુરા, મહેમદાવાદ, * કમળાબેન બાબુભાઈ પટેલ ઉં.વ. ૭૮ શાંતિનગર સોસાયટી, ખેડા, * બાબુભાઇ પ્રભૂદાસ પટેલ ઉં.વ. ૮૧ શાંતિનગર સોસાયટી,ખેડા, * સોફીયાબેન અયુબભાઈ વ્હોરા ઉં.વ.૫૫ મહંમદી મોમીન નગર,ખેડા, * પ્રણવ પ્રવિણચંદ્ર અધ્વર્યુ માળીવાળો ખાંચો,ડાકોર, * ધર્મેન્દ્રભાઈ આર. ડબગર ઉં.વ. ૫૦ રામબાગ સોસાયટી, કપડવંજ, * કનુભાઈ જગજીવનદાસ ડબગર, રામબાગ સોસાયટી, કપડવંજ, * શિલ્પાબેન એચ. રાઠોડ ઉં.વ. ૪૪, ઈન્દ્રપ્રસ્થ, કપડવંજ, * નગીનભાઈ પટેલ ઉં.વ. ૫૨, રણછોડનગર, કપડવંજ. ખેડા જિલ્લામાં મોડી સાંજે કોરોનાના વધુ ૧૩ કેસ નોંધાયા હતા. જેમાં નડિયાદ શહેરના પાડાપોળનો પુરુષ ઉં. ૫૫, ડીશીપાર્કમાં રહેતો પુરુષ ઉં. ૪૭, જોગેશ્વરી સોસાયટીમાં રહેતો પુરુષ ઉં. ૫૬, અરેરા પુરુષ ઉ. ૬૦, અરેરાનો પુરુષ ઉં. ૩૯, અરેરાની મહિલા ઉં. ૨૯, અરેરાનો યુવાન ઉં. ૧૫, કમલાની મહિલા ઉં. ૨૫, કમલાનો પુરુષ ઉં. ૪૯, અને ઉત્તરસંડાની મહિલા ઉં. ૬૦ આ ઉપરાંત કઠલાલના ભાટેરાનો પુરુષ ઉં. ૫૧, ઠાસરાના ચેતરસુંબાનો પુરુષ ઉં. ૪૦, અલીંગ્રાનો ઉં. ૨૨નો સમાવેશ થાય છે.