ખેડા જિલ્લામાં કોરોના વિસ્ફોટ : 27 કેસ, 1 નું મોત
- નડિયાદના સિનિયર તબીબ કોરાના સામે જંગ હાર્યા અને વધુ 1 ડોકટર કોરોનામાં સપડાયા
- આજે સ તત પંદરમા દિવસે પણ નડિયાદ શહેરમાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંકડો વધતો રહ્યો છે.
નડિયાદ, તા. 12 જુલાઈ 2020, રવિવાર
ખેડા જિલ્લામાં કોરોનાનો કહેર આજે ફરી વખત ચરમસીમાએ પહોંચ્યો છે. જિલ્લામાં આજે ૨૭ જેટલા કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. આજે પણ વડામથક નડિયાદ શહેરમાં ૧૪ કોરોના પોઝીટીવ આવતા શહેરના મોટા ભાગના વિસ્તારો કોરન્ટાઇલ થયા છે. આ ઉપરાંત તાલુકા મથક ખેડામાંથી પણ વધુ પાંચ દર્દીઓ આજે કોરોના પોઝીટીવ આવ્યા છે. જીલ્લાના મહુધા અને કઠલાલ સિવાયના આઠે આઠ તાલુકાઓમાંથી કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. આજે નડિયાદ શહેરમાં એક સિનિયર ડોક્ટર કોરોનામાં મૃત્યુ પામ્યા છે. જ્યારે અન્ય એક ડોક્ટર કોરોનાની ઝપેટમાં આવતા સ્થાનિક તબીબો ચિંતામાં મૂકાયા છે. આથી હવે જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંકડો ૩૯૦ જેટલો થયો છે.
સૌથી વધુ નડિયાદમાં ૧૪, ખેડામાં પાંચ, મહુધા અને કઠલાલ સિવાયના આઠ તાલુકામાં કોરોનાના કેસો નોંધાતા આરોગ્ય અને વહીવટી તંત્રમાં ચિંતા
ખેડા જિલ્લામાં આજે વધુ એક મોત થતા કુલ મૃત્યુ આંક ૨૬એ પહોંચ્યો છે. જ્યારે પાંચ દર્દીઓને પોઝીટીવમાંથી નેગેટીવ થયા બાદ હોસ્પિટલમાંથી રજા અપાતા જિલ્લામાં ૧૬૦થી વધુ દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે. આમ છતાં હજુ પણ જિલ્લાની હોસ્પિટલોમાં ૧૫૮ જેટલા દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
શહેરના લગભગ જુના ગામના વિસ્તારો અને સોસાયટી વિસ્તારોમાંથી દર્દીઓ નોંધાતા રહ્યા છે.નડિયાદના મહાગુજરાત હોસ્પિટલ નજીક ખાનગી દવાખાનું ચલાવતા હોમીયોપેથીક પ્રેક્ટીશ્નર ડોક્ટર યોગેશભાઇ પંજાબી કોરોના પોઝીટીવ જાહેર થયા છે. આજે તેમની શહેરની એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આથી જિલ્લામાં ડોક્ટરો કોરોનાથી સંક્રમિત થયા હોય તેનો આંકડો પાંચથી વધુ થઇ રહ્યો છે. ખેડા શહેરમાં પણ એકસામટા પાંચ દર્દીઓ કોરોના પોઝીટીવ થતા શહેરનો મોટા ભાગનો વિસ્તાર કોરન્ટાઇલ થયો છે. આ ઉપરાંત મહેમદાવાદ, માતર, ઠાસરા, કપડવંજ, વસો, કણજરી, ગળતેશ્વરમાં પણ કોરોનાના એક એક દર્દીઓ નોંધાયા છે.
આજે જિલ્લાની મુખ્ય કોવિડ હોસ્પિટલોમાંથી સાત દર્દીઓને કોરોનામાંથી સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. હજુ પણ ખેડા જિલ્લાના ૧૫૮ જેટલા કોરોના દર્દીઓ નડિયાદ શહેરની મુખ્ય ત્રણ કોવિડ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.
નડિયાદના કોરોના પોઝિટિવ દર્દીઓ
* મીનાબેન એચ.કા.પટેલ, ઉં.૫૮,લિમડી ખડકી, નડિયાદ. * જગદિશભાઇ એન.પટવા, ઉં.૬૮,ઝઘડિયા પોળ ,નડિયાદ. * સુનિલ આર.સામદાની, ઉં.૩૫, રાજીવનગર ,નડિયાદ. * ડૉ.યોગેશભાઇ આર.પંજાબી, ઉં.૫૫, કર્મવીર સામ્રાજય ,નડિયાદ. * અજય એસ.દસબાસજન, ઉ.૨૭, ઉમિયાપાર્ક ,નડિયાદ. * કનૈયાલાલ કેશવલાલ શાહ, ઉં.૫૧, કોવાડાપોળ, સલુણબજાર, નડિયાદ. * પુનિત કે. શાહ ,ઉં.૨૧, કોવાડાપોળ, સલુણબજાર, નડિયાદ. * હસમુખભાઇ ઇશ્વરભાઇ દેસાઇ,ઉં.૬૫, ભાથીજી પાસે, દેસાઇવગો,નડિયાદ. * જ્યોત્સનાબેન જીતેન્દ્રભાઇ શાહ,ઉં.૬૨,જલસાગર એપાર્ટમેન્ટ,કોલેજ રોડ,નડિયાદ. * મહેન્દ્રભાઇ જયંતિભાઇ રાણા, ઉં.૫૭,ગંગોત્રીપાર્ક રોહાઉસ, પીજરોડ,નડિયાદ. * ધારા જયેન્દ્રભાઇ પટેલ,ઉં.૨૯, લખાવાડ,નડિયાદ. * દિનેશભાઇ એમ. સત્તવાટ,ઉં.૪૮, વિશ્વનગર ફ્લેટ, અમદાવાદી દરવાજા,નડિયાદ. * જશભાઇ હરમાનભાઇ પટેલ,વ્યાસફળીયુ, નડિયાદ * ઉર્વિશભાઇ કનુભાઇ શાહ,શાહીબાગ સોસાયટી, નાનાકુંભનાથ રોડ,નડિયાદ.
નડિયાદ સિવાયના તાલુકાના કોરોના પોઝિટિવ દર્દીઓ
* જુબેદાબેન એ. વ્હોરા, ઉં.૬૦, ગામનો કૂવો, ડભાણ. * હિતેન્દ્રભાઇ એચ.સોની ,ઉં.૪૪, કવિ માર્ગ, હલદરવાસ ,તા.મહેમદાવાદ. * જીગ્નેશકુમાર અરવિંદભાઇ ખ્રિસ્તી ,ઉં.૩૦ ,ખ્રિસ્તી ફળીયુ,માતર. * રિયાબેન શૈલેષભાઇ પારેખ, ઉં.૨૨,નવાગામ,ખેડા. * શૈલેષભાઇ ડાહ્યાભાઇ મિસ્ત્રી, ઉં.૫૦, રામજીમંદિર પરાદરવાજા ખેડા. * સ્ટીવન ડી.નેઝરેથ ,ઉં.૩૪, ખ્રિસ્તી ફળીયુ, રસુલપુર,તા.ઠાસરા. * શબ્બીરભાઇ પૂનાવાલા, કારખાનીયાવાડ, કપડવંજ. * નિરવભાઇ પ્રકાશભાઇ ઠક્કર,ઉં.૨૯,સ્વામીનારાયણ મંદિર પાસે,વસો. * સુરેશભાઇ ગોપાલભાઇ નાલવયા,ઉં. ૪૭, વણાકબોરી, થર્મલ પાવર સ્ટેશન. * દિપકભાઇ કે.રામી, ઉં.૫૭,માળીવાડો, સ્વામીનારાયણ મંદિર પાસે,રઢુ,તા.ખેડા. * સલીમભાઇ વાય.વ્હોરા,ઉં.૪૧,યાદનગર સોસાયટી, કણજરી. * કાંતિભાઇ એસ.મોજીદ્રા,ખેડા. * શૈલેશભાઇ ડાહ્યાભાઇ મિસ્ત્રી,ખેડા.
એન.ડી. દેસાઇ હોસ્પિટલમાં વધુ 5 દર્દી કોરોનાથી સાજા થતા રજા અપાઇ
નડિયાદ, તા. 12 જુલાઈ 2020, રવિવાર
ખેડા જિલ્લાના વડામથક નડિયાદ ખાતે આવેલી કોવીડ-૧૯ એન.ડી. દેસાઈ હોસ્પિટલમાંથી આજે પાંચ કોરોના પોઝીટીવ દર્દીઓનો રીપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જેમાં જયેન્દ્રભાઇ પરીખ,ચંદુભાઇ રાજપુત,મુકેશભાઇ એ પટેલ,મિહીરભાઇ દેસાઇ, અને ઘનશ્યામભાઇ રસિકલાલ કા.પટેલને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા તેમને નડિયાદની એન.ડી. દેસાઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આજે ઉપરોક્ત વ્યક્તિઓનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા તેમને હોસ્પિટલના સ્ટાફે ફુલ અને તાળીઓના ગડગડાટ સાથે હોસ્પિટલમાંથી વિદાય આપી હતી.