નડિયાદની યુવતીને સાસરિયાઓએ ત્રાસ આપી કાઢી મુકતા ફરિયાદ


- મહિલા પોલીસ સ્ટેશને પાંચ સામે ફરિયાદ નોંધાવાઇ

- લગ્નના છ વર્ષ બાદ છૂટાછેડા લીધા અને છ વર્ષ બાદ ફરીથી લગ્ન કર્યા છતાંય પતિ ન સુધર્યો

નડિયાદ: નડિયાદ મંજીપુરા સંતરામ ગ્રીન સોસાયટીમાં રહેતી એક પરિણીત દીકરીને તેના વડોદરા સ્થિત સાસરિયાઓએ અમારા મોભા પ્રમાણે સગુ મળેલ નથી. અમને પૈસા વાળી છોકરીઓ મળતી હતી. તેમ કહી મ્હેણાં ટોળાં મારી હેરાન પરેશાન કરી શારીરિક માનસિક ત્રાસ ગુજારતા હતા. આ સંદર્ભે પરિણીત દીકરીએ મહિલા પોલીસ સ્ટેશન ખાતે પાંચ સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નડિયાદ તાલુકાના મંજીપુરા સંતરામ ગ્રીન સોસાયટીમાં તુલસીભાઈ નરસિંહભાઈ બારોટ રહે છે. તેઓની દીકરી હેતલબેનના પહેલા લગ્ન 24 મી ફેબ્આરી 2011 ના રોજ વાડી વિસ્તાર જાંબુડી કુઈ નાની શાકમાર્કેટ ની અંદર ટેકરા ફળિયું વડોદરા ખાતે રહેતા મુકેશભાઈ અરવિંદભાઈ ?વૈશ્ય સાથે જ્ઞાાતિના રીતરિવાજ મુજબ થયા હતા. હેતલબેન નું પ્રારંભિક લગ્નજીવન સુખમય પસાર થયું હતું. ત્યારબાદ હેતલબેન અને સાસરિયાઓ વચ્ચે નાની બાબતો માં, ઘરકામ બાબતે ઝઘડા થતા હતા. દરમિયાન સાસરિયાંઓ હેતલબેનને રાખવાની ના પાડતા હોય, જેથી 2016ની સાલમાં સમાજની રીતે છૂટાછેડા લીધા હતા. અને ખાઘાખોરાકી પેટે 1 લાખ રૂપિયા આપ્યા હતા. અને હેતલબેન તેના પિયર નડિયાદ મુકામે રહેતી હતી.

દરમિયાન હેતલબેન ના પતિએ તેણીના સાથે વાતચીત કરવાની ચાલુ કરી હતી. અને પતિ પત્ની સારી રીતે વાતચીત કરતા હતા. જેથી સમાજના વડીલોએ તેઓના બીજીવાર ના લગ્ન તા.26/6/22 ના રોજ મુકેશ સાથે કરાવી આપ્યા અને છૂટાછેડા વખતે આપેલ ખાઘાખોરાકીના રૂ.1 લાખ તુલસીભાઈએ જમાઈ મુકેશ ને પરત આપ્યા હતા. અને છૂટાછેડા નો કરાર રદ કરાવેલ ન હતો. અને બીજા 50 હજાર મુકેશે ઉછીના માંગેલ પરંતુ હેતલબેન ના પિતા પાસે પૈસાની સગવડ ન થતા આપ્યા ન હતા. જેથી તુલસીભાઈએ 50 હજારની રકમનો તારીખ વગરનો ચેક સહી કરી આપ્યો હતો. અને હું કહું ત્યારે ઉપાડી લેજો. થોડા સમય બાદ મુકેશ દારૂ પી આવી હેતલબેન ને મારઝૂડ કરી સાસરીયાઓએ પહેરેલ કપડે કાઢી મૂકી હતી. 

આ બનાવ સંદર્ભે હેતલબેને નડિયાદ મહિલા પોલીસ મથકે મુકેશ અરવિંદભાઈ વૈશ્ય (પતિ), બ્રિજેશ અરવિંદભાઈ વૈશ્ય (જેઠ), મીનાબેન બ્રિજેશ વૈશ્ય (જેઠાણી), અરવિંદભાઈ જીવણભાઈ વૈશ્ય (સસરા) તથા હંસાબેન જીવણભાઈ વૈશ્ય (ફોઇ સાસુ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

City News

Sports

RECENT NEWS