ખેડા જિલ્લામાં આજથી તમામ હોટલ, રેસ્ટોરાં અને શોપીંગ મોલ ખુલ્લા થશે
- જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું
- ખેડા જિલ્લા કલેકટરે બહાર પાડેલ જાહેરનામાં જિલ્લાની તમામ રેસ્ટોરન્ટ એકમો,શોપીગ મોલ એકમો શરૂ કરી શકાશે તેમ જણાવ્યુ છે.
નડિયાદ,તા.૭
ખેડા જિલ્લા કલેકટરે વધુ એક જાહેરનામુ બહાર પાડયુ છે.જેમાં આજથી જિલ્લાની તમામ રેસ્ટોરન્ટ એકમો,હોટલ,શોપીગ મોલ એકમો ખુલ્લા રહેશે.કંન્ટેઇમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં શરૂ કરી શકાશે તે અંગે જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે.
આ ઉપરાંત વધુમાં જણાવ્યુ છે કે રેસ્ટોરન્ટ એકમો અને મોલ એકમો કંન્ટેઇમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં શરૂ કરી શકાશે.આ અંગે ગૃ્રહ મંત્રાલયના હુકમ સાથેની માર્ગદર્શિકા સૂચનાઓ અનુસાર ફેશ-૧ માં તા.૮-૬-૨૦૨૦ થી આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીડયુઅર મૂજબ કેટલીક પ્રવૃતિઓ ચાલુ કરવા પરવાનગી આપવામાં આવી છે.જે મૂજબ ગુજરાત સરકારના ગૃ્રહવિભાગના હુકમ અન્વયે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીડયુઅર નૂ ચૂસ્તપણે પાલન કરવાની શરતે રેસ્ટોરન્ટ,હોટલો અને શોપીંગ મોલની પ્રવૃતિઓ ચાલુ કરવા જણાવેલ છે.જેથી ખેડા જિલ્લામાં કંન્ટેઇમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં રેસ્ટોરન્ટ અને શોપીંગ મોલની પ્રવૃતિ શરૂ કરવા જણાવ્યુ છે.