સોલાર ભરીને જતી ટ્રકમાંથી 177 પેટી વિદેશી દારૂનો જથ્થો પકડાયો
- મહુધા પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી દારૃ, ટ્રક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો
નડિયાદ, તા.15 જૂન 2020, સોમવાર
મહુધા પોલીસે બાતમીના આઘારે વિદેશી દારૃનો જથ્થો ઝડપી પાડયો છે.સોલાર ભરીને જતી ટ્રકમાંથી વિદેશી દારૃની પેટી મળી આવી હતી.આ બનાવ અંગે મહુધા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહુધા પોલીસ પેટ્રોલીંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે એક ટ્રેકમાં મોટી સંખ્યામાં વિદેશી દારૃનો જથ્થો પસાર થવાનો છે.જે અગે સ્થાનિક પોલીસે વિવિધ જગ્યાઓ પર સઘન પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ.તે અરાસામાં બાતમી આઘારિત ટ્રક પસાર થતા તેને રોકી તલાસી લેવામાં આવી હતી.ટ્રકની તલાસી ટ્રકમાં સોલાર પ્લેટની આડમાં વિદેશી દારૃ લઇ જવામાં આવી રહ્યો હોવાનુ બહાર આવ્યુ હતુ.સ્થાનિક પોલીસ ટીમે અંદાજીત ૧૭૭ વિદેશી દારૃની પેટીઓ જપ્ત કરી મૂદામાલ સાથે એક વ્યક્તિની અટકાયત કરી હોવાનુ પોલીસ સુત્રો પાસેથી માહિતી મળી હતી.આ લખાઇ છે ત્યા સુધી સ્થાનિક પોલીસ દ્વારા આ અંગેની કામગીરી શરૃ હોવાનુ જણાવ્યુ હતુ.