ખેડા જિલ્લામાં 2 સ્થળેથી 14.47 લાખનો દારૂનો વિપુલ જથ્થો ઝડપાયો
- ખેડા ઉમિયાપુરા રાઈસ મિલના કમ્પાઉન્ડમાંથી 1 પકડાયો : 4 ફરાર : નડિયાદમાંથી 1 ની અટકાયત
નડિયાદ, તા. 11 જુલાઈ 2020, શનિવાર
ખેડા જિલ્લામાં બે અલગ અલગ સ્થળેથી સ્થાનિક પોલીસે લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે.જેમાં પહેલો ખેડા ઉમિયાપુરાના એક રાઇસ મિલના કંપાઉન્ડમાંથી જ્યારે બીજો નેટ ફેકટરી નડિયાદમાંથી એલ.સી.બી ટીમે વિદેશી દારૂ ઝડપી પાડયો છે.બંને બનાવો અંગે ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ખેડા સ્થાનિક પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે તાલુકાના ઉમિયાપુરા પાસે આવેલ એક રાઇસ મિલમાં વિદેશી દારૂનુ કટીંગ થઇ રહ્યુ છે.જે અનુસંઘાને પોલીસ ટીમે દરોડો પાડયો હતો.તલાસી લેતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ કુલ-૪,૪૫૪ કિ.રૂા.૧૪,૩૮,૮૨૦,કંન્ટેઇનર કિ.રૂા.૧૨,૦૦,૦૦૦,અશોક લેલન કિ.રૂા.૮,૦૦,૦૦૦,ગાડી કિ.રૂા.૬,૦૦,૦૦૦મોબાઇલ ફોન કિ.રૂા.૫,૦૦૦ એમ મળી કુલ રૂા.૪૦,૪૩,૮૨૦ નો મૂદામાલ સાથે મનહરભાઇ ઉર્ફે મનુભાઇ ગોરઘનભાઇ પટેલની અટકાયત કરી હતી.જ્યારે જસ્પાલસિંહ ઉર્ફે જપાલસિંહ મુકેશસિંહ પરમાર,કન્ટેઇનર ચાલક,અશોક લેલન ચાલક તથા ગાડીનો ચાલક અંઘારાનો લાભ લઇ ફરાર થઇ ગયા હતા.પોલીસ ટીમે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીજો નડિયાદના નેટફેકટીની સામે ખેતરમાં એલ.સી.બી ટીમે બાતમી આધારે વિદેશી દારૂ ઝડપી પાડયો છે.પોલીસ ટીમે દરોડો પાડી વિદેશી દારૂની બોટલ નંગ-૧૭ કિ.રૂા.૮૫૦૦ સાથે લક્ષ્મણભાઇ લલ્લુભાઇ પરમારને અટકાયત કરી છે.આ બનાવ અંગે એલ.સી.બી ટીમે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.