Updated: May 22nd, 2023
નડિયાદ : નડિયાદની એક યુવતી પર શહેરના મહી કેનાલની બાજુની કબીર કોલોનીમાં રહેતા અજીત ઠાકોર નામના યુવકે લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું ના બનાવ અંગે ની ફરિયાદ નડિયાદ શહેર પોલીસે નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નડિયાદ મહી કેનાલ ની બાજુમાં આવેલ કબીર કોલોની માં રહેતા અજીત ભાઈલાલ ઠાકોર નામના યુવકે વિસ્તારની એક યુવતી સાથે આંખ મળી જતાં તેણે તેને પામવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પ્રયાસો બાદ યુવતી નો સંપર્ક સાધ્યો હતો. ત્યાર પછી બંને વચ્ચે અવારનવાર વાતચીત થતી રહેતી હતી. આ દરમિયાન અજીત ઠાકોરે યુવતીને પોતાના પ્રેમમાં ફસાવી હતી. ત્યાર પછી બંને અવારનવાર એકાંતમાં પ્રેમાલાપ કરતા હતા. આ દરમિયાન અજીત ઠાકોરે યુવતી ને લગ્ન કરવાની લાલચ આપી હતી. નરાધમ અજીત ઠાકોર યુવતી ને એક દિવસ વડોદરા ખાતેની એક હોટલમાં લઈ ગયો હતો જ્યાં તેણે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. અજીત ઠાકોરે યુવતીને લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેથી યુવતી ની ફરિયાદના આધારે નરાધમ અજીત ભાઈલાલ ઠાકોર વિરુદ્ધ બળાત્કાર સહિતનો ગુનો નોંધી નડિયાદ શહેર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.