ખેડા જિલ્લામાં કોરોના માટે વધુ 53 જેટલા સેમ્પલ લેવાયા
નડિયાદ, તા.31 મે 2020, રવિવાર
ખેડા જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ના સઘન અટકાયતી પગલા લેવામાં આવી રહ્યા છે.આરોગ્ય વિભાગ દ્વારા આજે કોરોના ટેસ્ટ માટેના કુલ-૫૩ સેમ્પલ લેવામાં આવ્યા છે.અત્યાર સુધીમાં જિલ્લા આરોગ્ય તંત્રએ કુલ- ૨૭૯૩ સેમ્પલ લીધા હતા.જેમાંથી ૨૬૭૨ નેગેટીવ અને ૫૧ વ્યક્તિઓના રીઝલ્ટ પેન્ડીંગ હોવાનુ ખેડા જિલ્લા આરોગ્ય શાખાની અખબારી યાદીમાં જણાવાયુ છે. ખેડા જિલ્લામાં પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલા કુલ-૧૩ વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે.જેમાંથી ૬ સેમ્પલ પોઝીટીવ જાહેર થયા હતા.૭ દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે.જ્યારે કોવિડ કેર સેન્ટરમાં કુલ-૯ દર્દી સારવાર હેઠળ છે.આજે ૨ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે.જિલ્લામાં આવેલ કોરેન્ટાઇનમાં ફેસીલીટી ખાતે કુલ-૮ વ્યક્તિઓને દાખલ કરવામાં આવ્યા છે.જિલ્લામાં કન્ટેઇમેન્ટ ઝોનમાં ૪૦ ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો છે.જેમાં ૧૧૧૩ ઘરો અને ૪૮૭૮ વસ્તીનો સર્વે કરવામાં આવ્યો હતો.