ખેડા જિલ્લામાં કોરોનાના 9 કેસ નડિયાદના વધુ 1 વ્યક્તિનું મોત
- જિલ્લામાં કોરોના અત્યાર સુધીમાં 17 ને ભરખી ગયો
- નડિયાદમાં ચાર, ખેડા તાલુકામાં બે, વસો અને મહુધામાં એક - એક પોઝિટિવ કેસ નોંધાયા
નડિયાદ, તા. 5 જુલાઈ 2020, રવિવાર
ખેડા જિલ્લામાં આજે વધુ નવ કોરોના પોઝીટીવ કેસ જાહેર થતા જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીનો આંકડો ૨૫૬ પર પહોંચ્યો છે. જેમા નડિયાદ શહેરમાં-ચાર,ખેડા તાલુકામાં-બે,કપડવંજમાં,વસો અને મહુધામાં-એક-એક કેસ પોઝીટીવ જાહેર થયા છે .જ્યારે નડિયાદના એક વ્યક્તિનુ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ છે.જ્યારે કોરોના કારણે જિલ્લાનો મૃત્યુ આંક ૧૩ પર પહોચ્યો છે.
નડિયાદ શહેરના દેસાઇ વગોમાં આવેલ નવા ઘરોમાં રહેતા રાજેશભાઇ કે.કંસારા ઉં.૪૯ નુ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ છે. તેઓ ગત તા. ૨૫ જુનના રોજ તાવ આવ્યો હતો. જેથી નડિયાદની એક હોસ્પિટલમાં સારવાર અર્થે ગયા હતા. ત્યાંથી તેમને નડિયાદ સીવીલ અથવા કરમસદ રીફર કરાયા હતા. જ્યાં તેમનો કોરોના ટેસ્ટ લેવામાં આવ્યો હતો જે પોઝીટીવ જાહેર થયો હતો.આ બાદ કરસમસદ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.જ્યા તેઓનુ મૃત્યુસારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ છે.
નડિયાદ શહેરના વિશાલ સોસાયટીમાં રહેતા સુબોઘભાઇ ફુલાભાઇ મહેતા ઉં.૪૩ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ જાહેર થયો છે.જ્યારે શહેરના સંગ્રામ સેલ્સ પાસે રહેતા મયુદ્દીન ફકુરૃદ્દીન મલેક ઉં.૬૪,ખારાકુવા વિસ્તારમાં રહેતા સુરેશભાઇ શંકરલાલ રાણા ઉં.૬૫,ઐયુબભાઇ ઇબ્રાહીમભાઇ ઉં.૫૮ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ જાહેર થયો છે.ખેડા તાલુકાના નાયકા ગામે આવેલ દાદુરામ ફળિયામાં રહેતા મહેશભાઇ લક્ષ્મણભાઇ સોલંકી ઉં.૨૧ અનેે ગામના જૈનદેરાસર પાસે રહેતા પીનાકીન ધીરૃભાઇ સરવૈયા ઉં.૨૨ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ જાહેર થયો છે.આ બાદ મામલતદાર,ખેડા ટી.ડી.ઓ,ખેડા ટી.એચ.ઓ.એ તેમની ટીમ સાથે મુલાકાત લઈ કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો હતો અને જરૃરી સૂચનાઓ આપવામાં આવી હતી.કપડવંજ શહેરના કુબેરનગરમાં રહેતા અને મૂળ અમદાવાદના ડૉ.કિરીટભાઇ પટેલને કોરોના રીપોર્ટ પોઝીટીવ જાહેર થયો છે.વસો ગામના લીમ્બચવાડી વિસ્તારમાં રહેતા ચિરાગભાઇ ભરતભાઇ પારેખ ઉં.૩૯ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ જાહેર થયો છે.તેમના પરિવારના સભ્યોને કોરન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરી છે.જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય ચકાસણી હાથ ધરી છે.મહુધા અંબામાતાના મંદિર પાસે રહેતા ટવીન્કલબેન પટેલ ઉં.૩૧ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ જાહેર થયો છે.