ખેડા જિલ્લામાં કોરોનાના વધુ 8 કેસ
- ત્રાજ પીએચસી હસ્તકના સબ સેન્ટરની આશા વર્કરને કોરોના પોઝિટિવ
- નડિયાદમાં ત્રણ, ખેડામાં બે, કપડવંજમાં એક અને માતર, મહેમદાવાદમાં 1 - 1 કેસ નોંધાયા : જિલ્લામાં પોઝિટિવ દર્દીનો આંકડો 167 થયો
નડિયાદ, તા.28 જૂન 2020, રવિવાર
ખેડા જિલ્લામાં આજે વધુ આઠ કોરોના પોઝીટીવ કેસ જાહેર થતા જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીનો આંકડો ૧૬૭ એ પહોંચ્યો છે. જેમા માતરમાં-એક ,ખેડામાં-બે, કપડવંજમાં-એક,મહેમદાવાદમાં એક અને નડિયાદ શહેરમાં -ત્રણ વ્યક્તિઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ જાહેર થયા છે.જ્યારે બે કોરોના પોઝીટીવ દર્દીઓનો રીપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
માતર તાલુકાના માતરના ખ્રિસ્તી ફળીયામાં રહેતા નીલાબેન અરૃણભાઇ શ્રીમાળી ઉં.૪૩ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ જાહેર થયો છે.તેઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ત્રાજ હસ્તકના સબસેન્ટરમાં આશાવર્કર તરીકે ફરજ બજાવે છે.માતર શહેરમાં જે પોઝીટીવ કેસ આવ્યા હતા તે કન્ટેઇમેન્ટ વિસ્તારમાં સર્વે,કોન્ટેકટ ટ્રેસીંગ વગેરે પ્રવૃતિઓ સામેલ હતા. ગત તા.૨૬ જૂન ના રોજ માતર સી.એચ.સી ખાતે તેમનુ સેમ્પલ લેવામાં આવ્યુ હતુ.જે પોઝીટીવ જાહેર થયુ છે.જો કે તેમને કોઇ પણ પ્રકારના લક્ષણો ઘરાવતા નથી.તેમના પરિવારમાં ત્રણ વ્યક્તિઓનો સમાવેશ થાય છે.આ બાદ આરોગ્ય વિભાગની ટીમે આરોગ્ય ચકાસણી હાથ ધરી છે.
ખેડા તાલુકાના ઉમિયાપુરામાં આવેલ વણકરવાસમાં રહેતા રંજનબેન કૌશિકભાઇ પરમાર ઉં.૪૬ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ જાહેર થયો છે.તેમને ગત તા.૨૫ જૂન ના રોજ હાથ પગમાં દુખાવો થતો હતો.જેથી તેઓએ સ્થાનિક દવાખાનેથી સારવાર લીધી હતી.તેમ છતા તબિયતમાં સુઘાર ન જણાતા તેઓ માતરમાં એક દવાખાનામાં સારવાર અર્થે ગયા હતા.જ્યાથી તેઓને તાત્કાલિક અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.ત્યા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.જે આજે પોઝીટીવ જાહેર થયો છે.તેમના પરિવારમાં ત્રણ સભ્યો છે.આ બાદ આરોગ્ય વિભાગની ટીમ સ્થળ પર પહોચી આરોગ્ય ચકાસણી હાથ ધરી હતી.જ્યારે પરિવારના સભ્યોને ૧૦૮ મારફતે નડિયાદ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે મોકલ્યા છે.
ખેડા તાલુકાના નાયકા ગામમાં આવેલ મહેશ્વરી રાઇસ મીલની પાછળ રહેતા નટવરભાઇ માણેકલાલ પટેલ ઉં.૭૩ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ જાહેર થયો છે.તેમને શરદી,ખાંસી હોવાથી તેઓ ગત તા.૨૭ જૂનના રોજ બારેજાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ગયા હતા.જ્યા તેમના બઘા ટેસ્ટ કરવા જણાવ્યુ હતુ.તેમાં કોરોના ટેસ્ટ પણ કરાવ્યો હતો.જે પોઝીટીવ જાહેર થયો છે.તેમના પરિવારમાં એક સભ્યનો સમાવેશ થાય છે.કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા નટવરભાઇ અને તેમના પત્નીને અમદાવાદની એક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.જ્યારે આરોગ્ય વિભાગની ટીમે આરોગ્ય ચકાસણી હાથ ધરી છે.
કપડવંજ તાલુકાના તોરણા ગામે રહેતા બળદેવભાઇ સોમાભાઇ પટેલ ઉં.૭૩ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ જાહેર થયો છે.તેઓ કામ અર્થે અમદાવાદ,ગાંધીનગર,કઠલાલ જેવા શહેરોમાં ફર્યો હતા.તેમને તાવ,શરદી અને ઉઘરસ થતા સ્થાનિક દવાખાને સારવાર લીધી હતી.પરંતુ તેમની તબિયતમાં સુઘાર ન જણાતા તેમને સીટી સ્કેન કરવા જણાવ્યુ હતુ.જે કરાવ્યા બાદ તેમને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.જ્યા તેમનો કોરોના રીપોર્ટ કરવામાં આવ્યો હતો.જે પોઝીટીવ જાહેર થયો છે.આ બાદ આરોગ્ય ટીમ દ્વારા આરોગ્ય ચકાસણી હાથ ધરી છે.
મહેમદાવાદ શહેરના વણકરવાસમાં રહેતા રમાબેન કમલેશભાઇ પરમાર ઉં.૭૪ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ જાહેર થયો છે.તેમને છેલ્લા સાત-આઠ દિવસથી તાવ,ઉઘરસ,ગભરામણ અને શરીરનો દુખાવો થતો હતો.જેથી તેઓએ સ્થાનિક દવાખાનાની દવા લીધી હતી.પરંતુ તેમની તબિયતમાં સુઘાર ન જણાતા તેઓ ગત તા.૨૫ જૂન ના રોજ નડિયાદની એક હોસ્પિટલમાં બતાવવા માટે ગયા હતા.જ્યા તેઓને સી.ટી સ્કેન અને બીજા રીપોર્ટ કરાવવા જણાવ્યુ હતુ.રીપોર્ટ આવ્યા બાદ તેઓને ગત તા.૨૫ જૂન ના રોજ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.જ્યા તેઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે ગત તા.૨૭ જૂનના રોજ પોઝીટીવ જાહેર થયો છે.તેમના પરિવારમાં પાંચ સભ્યોનો સમાવેશ થાય છ.આ બાદ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.અશોક પટેલ અને તેમની ટીમે આરોગ્ય ચકાસણી હાથ ધરી હતી.
નડિયાદ શહેરના સિવિલ રોડ પર આવેલ નરેન્દ્રપાર્કમાં રહેતા ડૉ.કીર્તીકુમાર ચંદ્રકાંન્તભાઇ ઠક્કર ઉં.૬૫ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ જાહેર થયો છે.તેમને ગત તા.૨૬ જૂનના રોજ તાવ આવતો હતો.જેથી તેઓ ગત તા.૨૭ જૂનના રોજ સિવિલ હોસ્પિટલમાં ગયા હતા.જ્યા તેઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.જે પોઝીટીવ જાહેર થયો છે.તેમના પરિવારમાં બે સભ્યોનો સમાવેશ થાય છે.આ બાદ આરોગ્ય વિભાગની ટીમે આરોગ્ય ચકાસણી હાથ ધરી હતી.
નડિયાદ શહેરની ભોજાતલાવડી સન્માન સોસાયટીમાં રહેતા ઉસ્માનભાઇ અબ્દુલભાઇ રામોલા ઉ.૬૫ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ જાહેર થયો છે.તેમને એક અઠવાડિયા થી તાવ આવતો હતો.જેથી સ્થાનિક દવાખાને દવા લીધી હતી.તેમ છતા તબિયતમાં સુઘાર ન જણાતા નડિયાદ શહેરની એક હોસ્પિટલમાં બતાવવા માટે ગયા હતા.આ બાદ રીપોર્ટ પરથી તેમને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.જ્યા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.જે પોઝીટીવ જાહેર થયો છે.તેમના પરિવારમાં ચાર સભ્યોનો છે.આ બાદ આરોગ્ય વિભાગની ટીમે આરોગ્ય ચકાસણી હાથ ધરી હતી.
નડિયાદ શહેરના આઇ.જી માર્ગ પર આવેલ શિવાનંદ પાર્ક સોસાયટીમાં રહેતા કનુભાઇ મોહનભાઇ પ્રજાપતિ ઉં.૬૫ નો કોરોના રીપોર્ટ જાહેર થયો છે.તેમને ખાંસીની તકલીફ હતી.જેથી તેઓએ સીટી સ્કેન કરાવ્યુ હતુ.અને નડિયાદ શહેરના એક હોસ્પિટલમાં સારવાર અર્થે ગયા હતા.જ્યાથી તેઓને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યા હતા.જ્યા તેઓનુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.જે પોઝીટીવ જાહેર થયો છે.તેમના પરિવારમાં બે વ્યક્તિઓ છે.આ બાદ આરોગ્ય વિભાગની ટીમે આરોગ્ય ચકાસણી હાથ ધરી છે.
નડિયાદમાં વધુ 2 દર્દીઓએ કોરોનાને હરાવ્યો
ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ ખાતે આવેલી કોવીડ-૧૯ એન.ડી. દેસાઈ હોસ્પિટલમાંથી આજે બે કોરોના પોઝીટીવ દર્દીઓનો રીપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.જેમાં પ્રવિણભાઇ પાંડવ નડિયાદ અને પ્રિતેશભાઇ વૈરાગી નડિયાદનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા તેમને નડિયાદની એન.ડી. દેસાઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આજે ઉપરોક્ત બંને વ્યક્તિઓનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા તેમને હોસ્પિટલના સ્ટાફે ફુલ અને તાળીઓના ગડગડાટ સાથે હોસ્પિટલમાંથી વિદાય આપી હતી.