Get The App

ખેડા જિલ્લામાં કોરોનાના વધુ 3 કેસ

- ડીસાની બીડીની ફેકટરીમાં નોકરી કરતાં ઉત્તરસંડાનો શખ્સ કોરોનાની ઝપટે

- રઢુ ગામની મહિલા અને ઉત્તરસંડા તેમજ વસો ગામના બે દરદીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં કેસોનો કુલઆંક 70 થયો

Updated: May 31st, 2020

GS TEAM

Google News
Google News
ખેડા જિલ્લામાં કોરોનાના વધુ 3 કેસ 1 - image


નડિયાદ, તા.31 મે 2020, રવિવાર

ખેડા જિલ્લામાં આજે વધુ ત્રણ કોરોના પોઝીટીવ દર્દી જાહેર થયા છે.આજે  બપોરે ખેડાના રઢુ ગામની એક મહિલા સહિત નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામના અને વસો ગામના બે દર્દીના પોઝીટીવ કેસ નોંધાયો છે.આ સાથે જિલ્લામાં કોરોના દર્દીનો આંકડો  ૭૦  પર પહોંચ્યો છે.

ખેડા તાલુકાના રઢુ ગામમાં આવેલ વાણીયાવાડ વિસ્તારમાં રહેતા રાજુબા રાવલનો  આજે કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.રાજુબાને બિમારી જેવુ લાગતા બી.પી અને ડાયાલીસીસ વગેરે ચેક કરાવવા માટે ધોળકાના ખાનગી દવાખાને લઇ જવાયા હતા.જ્યાં સરકારી નિયમ મૂજબ કોવિડ-૧૯ ની પ્રથમ તપાસ કરાવવી પડે તે માટે સરકારી દવાખાનામાં તપાસ કરાવવાજણાવ્યુ હતુ.જેથી તેઓ ધોળકાથી પરત આવીને રઢુના સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગયા હતા. જ્યાંથી  ૧૦૮માં તપાસ માટે તા.૩૦ મે ના રોજ નડિયાદ લઇ જવાયા હતા. જ્યા તેમનો કોરોના પોઝીટીવ રીપોર્ટ કરાવ્યો હતો.જેના પગલે રઢુ ગ્રામ પંચાયત દ્વારા તેમના મકાન તથા વાણિયાવાડ વિસ્તારના ફળીયાને સેનેટાઇઝ કરાયુ હતુ. આ અંગે આરોગ્ય અધિકારી ડૉ.રાહુલ પટેલે જણાવ્યુ હતુ કે તેમના પરિવારના અન્ય આઠ સભ્યોને સરકારી કોરન્ટાઇન માટે નડિયાદ લઇ જવાયા છે.જ્યારે રઢુના વાણિયાવાડ વિસ્તારના ૨૨ ઘરો અને ૧૩૦ વસ્તીને કન્ટેઇન્મેન્ટ એરીયા તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામના મૂકેશભાઇ પરમાર ઉં.૫૫ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.મૂકેશભાઇ ડિસા ખાતે બિડીની ફેકટરીમાં નોકરી કરે છે.તેઓ તા.૨૦ મે ના રોજ તાવ આવ્યો હતો.જેથી ડિસા ખાતે દવા લીધી હતી.આ બાદ તેઓ તા.૨૪ અમદાવાદ થી ઘરે પરત ફર્યા હતા.આ બાદ ઉત્તરસંડા ખાનગી દવાખાનામાં સારવાર લીધી હતી.આ બાદ તા.૨૬ દવા લીધી હતી તેમ છતા સારૃ ન થતા તા.૨૮ ના રોજ નડિયાદના ખાનગી દવાખાનામાં બતાવવા માટે ગયા હતા. આજ રોજ મૂકેશભાઇનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને નડિયાદ શહેરની એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મૂળ વસોના રૃણ ગામના  અને અમદાવાદ ઇસનપુરમાં રહેતા  પટેલ ઉં.૭૪ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.ગતરોજ ઘનશ્યામભાઇ તેમની દિકરીને મળવા ઉમેરઠ જતા હતા .આ સમયે રસ્તામાં શારીરિક તકલીફ થતા નડિયાદ આવ્યા હતા. અને ગતરોજ ઘનશ્યામભાઇનો કોરોના સેમ્પલ લેવામાં આવ્યો હતો.  

ઘનશ્યામભાઇ પટેલ ડાયાબીટીસ અન્ય રોગ પણ હોવાનુ આરોગ્ય તપાસમાં બહાર આવ્યુ છે.


Tags :