બાલાસિનોરમાં કોરોનાના 10 સહિત મહીસાગર જિલ્લામાં 19 કેસ નોંધાયા
- કાતિલ કોરોનાએ આતંક મચાવતા ચોતરફ ફફડાટ
- લુણાવાડા તાલુકામાં વધુ પાંચ કેસ મળ્યા : જિલ્લામાં કુલ કેસોનો આંકડો 245 પર પહોંચી ગયો
બાલાસિનોર, તા. 18 જુલાઈ 2020, શનિવાર
મહિસાગર જિલ્લામાં આજે એક સાથે કોરોના ના ૧૯ કેસ નોંધાતા જિલ્લામાં હડકંપ મચી જવા પામ્યો હતો સૌથી વધુ જિલ્લાના બાલાસિનોર માં ૧૦ લુણાવાડા છ સંતરામપુર કડાણા વીરપુર તાલુકામાં એક-એક મળી કુલ ૧૯ નોંધાવા પામ્યા હતા
મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં આજે કોરોના ના દશ કેસ સામે આવ્યા છે જેમાં એક જ ઘરના આઠ સભ્યો પોઝિટિવ આવ્યા હતા જેમાં એક સભ્ય એસટી કંડકટર હતા તે ગઈકાલે પોઝિટિવ આવ્યા હતા તેમના સંયુક્ત કુટુંબમાં બીજા આઠસભ્યો પણ પોઝિટિવ આવતા એક જ ઘરમાં આઠ સભ્યો કોરોના ગ્રસ્ત થયા હતા જ્યારે અન્ય બે કેસ નગરના વેપારી વર્ગમાં એક વાસણ ના અને બીજા પ્લાયવુડ ધંધા સાથે જોડાયેલ યુવાન પોઝિટિવ આવ્યો હતો જ્યારે જિલ્લામાં લુણાવાડા શહેરમાં પાંચ કેસ તાલુકાના હોસેલીયામા એક અને વિરપુર કડાણા અને સંતરામપુરમાં પણ એક એક કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૨૪૫ થઈ છે
બાલાલિનોર માં રેપીડ કેસમાંથી પણ કોરોના પેઝિટિવ કેસ મળી આવ્યા છે.કોરોના સંક્રમણ ને નાથવા માટે જિલ્લાના લુણાવાડા તેમજ બાલાસિનોરમાં સ્વયંભૂ જનતા કરફ્યુ ત્રણ ત્રણ દિવસ રાખવામાં આવેલ પણ તેને નાતો વહેપારી વર્ગ કે પછી પ્રજાજનો દ્વારા અમલ કરાયો ન હતો.
આજે જિલ્લાના બાલાસિનોર માં કુલ ૧૦ કેસ નોધાયા હતા જેમાં અર્બનના ૬૨-૨૬-૪૫-૨૮-૨૪-૧૯-૭૦- વર્ષના પુરૃષો અને ૪૫-૩૯-૧૯-૧૯ વર્ષના કેસ પોઝિટિવ નોંધાયા હતા જયારે લુણાવાડા તાલુકામાં આજે નવા પાંચ કેસ નોંધાયા હતા. જેમાં લુણાવાડા અર્બનના ૫૪-૩૩-૬૮ વર્ષીય પુરૃષો અને ૬૫-૫૬ વર્ષીયઓ તેમજ લુણાવાડા તાલુકાનાં હાંસોલીયા ગામના ૫૮ વર્ષના પુરુષ , સંતરામપુર અર્બનની ૩૨ વર્ષીય, કડાણા તાલુકાનાં માળ ગામના ૪૨ વર્ષના વિરપુર તાલુકાનાં ૫૩ વર્ષના પુરુષ એમ આજે સાંજે ૬ વાગ્યા સુધીમાં કુલ ૧૯ રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. અત્યાર સુધીમાં તારીખ ૧૮-૦૭-૨૦૨૦ ના સાંજના ૬ વાગ્યા સુધીમાં જિલ્લામાં કોરોનાના કુલ ૨૪૫ કેસ પોઝીટીવ નોધાયેલ છે. અત્યાર સુધીમાં કુલ ૧૭૧ દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે ૨ વ્યક્તિનું મૃત્યુ થયુ છે. જયારે અન્ય કારણથી ૧૧ દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ ૧૩ મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/ કોરોનાના કુલ ૬૩૮૨ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના ૪૨૨ વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યું છે. જિલ્લામાં કોરોના પોઝીટીવના કારણે ૪૭ દર્દી કે. એસ. પી હોસ્પિટલ બાલાસિનોર, ૧ સિવિલ હોસ્પિટલ ગોધરા, ૨ દર્દી હોમ આઇસોલેસન,૧ દર્દી એસ. એસ. જી હોસ્પિટલ વડોદરા, ૦૫ કરમસદ મેડિકલ કોલેજ આણં', ૧ ડી.એચ.એસ હોસ્પિટલ અમદાવાદ, ૧ બેન્કર્સ હોસ્પિટલ વડોદરા,૧ ધીરજ હોસ્પિટલ વડોદરા,૧ નારાયણા હોસ્પિટલ અમદાવાદ, અને ૧ દર્દી સિવિલ હોસ્પિટલ અમદાવાદ અને ખાતે સારવાર હેઠળ છે. કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી ૫૫ દર્દીઓ સ્ટેબલ અને ૪ દર્દીઓ ઓક્સિજન પર છે અને ૧ દર્દીને વેન્ટિલેટર પર રાખવામા આવ્યા છે.