મહિસાગર જિલ્લામાં કોરોનાના વધુ 12 કેસ : કુલ આંક 335 થઈ ગયો
- લુણાવાડા તાલુકામાં પાંચ, બાલાસિનોરમાં બે અને સંતરામપુર તાલુકામાં ચાર પોઝિટિવ કેસ નોંધાયા
બાલાસિનોર, તા. 27 જુલાઈ 2020, સોમવાર
મહીસાગર જિલ્લામાં કોરોનાના કેસ વધુ ને વધુ વધતા જાય છે સમગ્ર પંથકના લોકોમાં ભયની લાગણી ફેલાવા પામી છે મહીસાગર જિલ્લામાં આજે લુણાવાડા તાલુકામાં પાંચ કેસ નોંધાવા પામ્યા હતા.
જેમાં (૧)૬૬ વર્ષના પુરુષ લુણાવાડા (૨) ૩૭ વર્ષના પુરુષ લુણાવાડા (૩) ૫૨ વર્ષના પુરુષ, લુણાવાડા (૪) ૨૩ વર્ષના પુરુષ વરધરી તા.લુણાવાડા (૫) ૩૬ વર્ષના પુરુષ લુણાવાડા જયારે બાલાશિનોર તાલુકામાં બે કોરોના કેસ પોજીટીવ નોંધાવા પામ્યા હતા જેમાં ૭૪ વર્ષ પુરુષ બાલાશિનોર, ૬૬ વર્ષ પુરુષ બાલાશિનોર ખાતે નોંધાયા હતા સંતરામપુર તાલુકામાં આજે કુલ ૪ કેસ પોજીટીવ નોંધાયા હતા જેમાં (૧)૭૫ વર્ષ પુરુષ સંતરામપુર (૨)૩૩ વર્ષ પુરુષ મોવાસા (સંતરામપુર) (૩) ૨૦ વર્ષ પુરુષ ગોઠીબ (તા.સંતરામપુર) (૪) ૬૦ વર્ષ પુરુષ સંતરામપુર જયારે એક કેસ ૬૪ વર્ષના પુરુષ નરોડા ખાનપુર તાલુકા ખાતે નોંધાયો હતો અત્યાર સુધીમાં તારીખ ૨૭-૦૭-૨૦૨૦ ના સાંજના ૬ વાગ્યા સુધીમાં જિલ્લામાં કોરોનાના ૩૩૫ કેસ પોઝીટીવ નોંધાયા હતા આજે કોરોનાના કુલ ૨ લોકોને તેઓ સાજા થઇ જતા તેઓને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ ૨૧૫ દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે ૨ વ્યક્તિનું મૃત્યુ થયુ છે.
જયારે અન્ય કારણથી ૧૯ દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ ૨૧ મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/ કોરોનાના કુલ ૮૧૦૦ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના ૪૨૩ વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. મહીસાગર જિલ્લામાં કોરોના પોઝીટીવના કારણે ૩૮ દર્દી કે. એસ.પી હોસ્પિટલ બાલાસિનોર, ૩ સિવિલ હોસ્પિટલ ગોધરા, ૧૫ હોમ આઇશોલેશન, ૩ કરમસદ મેડિકલ કોલેજ આણંદ, ૧ દર્દી બેંકર્સ હોસ્પિટલ વડોદરા, ૨ દર્દી નરાયણા હોસ્પિટલ અમદાવાદ, ૨ દર્દી નવનીત મેમોરિયલ હોસ્પિટલ અમદાવાદ, ૦૧ સાલ હોસ્પિટલ અમદાવાદ, ૨ સ્પનધન હોસ્પિટલ વડોદરા, ૨ બરોડા હેલ્થ કેર વડોદરા ૧ જી.એમ.ઇ.આર.એસ હિમ્મત નંગર, ૧ મૂળજી પટેલ હોસ્પિટલ નડિયાદ, ૧ સ્ટલગ હોસ્પિટલ વડોદરા, ૧૬ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ લુણાવાડા અને ૧૧ દર્દી સિવિલ હોસ્પિટલ અમદાવાદ અને ખાતે સારવાર હેઠળ છે.