નડિયાદ તાલુકાના ગુતાલમાં સીમ વિસ્તારથી 10 જુગારીયા ઝડપાયા
- પેટ્રોલ પંપની પાછળના ખેતરમાં જુગાર રમતા હતા
- એલસીબી પોલીસે રૂ. 62,600 નો મુદ્દામાલ કબજે લઇને કાર્યવાહી કરી
નડિયાદ : નડિયાદ તાલુકાના પીપલગથી ગુતાલ જવાના રોડ પર આવેલા પેટ્રોલ પંપ પાછળ ખેતરમાં આવેલા ઓરડામાં જુગાર રમતા દસ જુગારીઓને એલસીબી પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે દાવ પર તથા અંગજડતીની રકમ મળી કુલ રૂ. ૬૨,૬૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ખેડા એલસીબીના જવાનો શ્રાવણિયા જુગાર અંગે પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. દરમિયાન બાતમી આધારે પીપલગ ગુતાલ રોડ પર આવેલા પેટ્રોલ પંપની પાછળ આવેલા એક ખેતરમાં સોહન બાબુભાઈ મારવાડીની ઓરડી પર દરોડો પાડી પત્તા પાનાનો જુગાર રમતા નીરજ દેસાઈ, દીપન અમીન, રાહુલ પટેલ, હિતેન્દ્ર પટેલ, હસમુખ ગડારા, નિમેષ પટેલ, વિરલ પટેલ, સુરેશ પટેલ તથા પાર્થ બારોટ (તમામ રહે, નડિયાદ) ને ઝડપી પાડયા હતા. પોલીસે સ્થાન પરથી દાવ પર મુકેલ રકમ રૂ.૩,૩૦૦ તથા અંગ ઝડતીની રકમ રૂ.૫૯,૩૦૦ મળી કુલ રૂ.૬૨,૬૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ સંદર્ભે નડિયાદ રૂરલ પોલીસે પત્તા પાનાનો જુગાર રમતા દસ જુગારીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.