Get The App

બાલાસિનોરમાં કોરોનાના 6 સહિત મહીસાગર જિલ્લામાં 10 કેસ મળ્યા

- કોવિડ-૧૯ની મહામારી પીછો છોડતી નથી

- લુણાવાડા તાલુકામાં ૩ અને ખાનપુર તાલુકામાં એક કેસ : જિલ્લામાં કોરોનાનો કુલ આંક ૩૧૯

Updated: Jul 25th, 2020

GS TEAM

Google News
Google News
બાલાસિનોરમાં કોરોનાના 6 સહિત મહીસાગર જિલ્લામાં 10 કેસ મળ્યા 1 - image


બાલાસિનોર, તા. 25 જુલાઈ 2020, શનિવાર

મહીસાગર જિલ્લામાં સતત કહેર યથાવત રહયો હતો આજે કોરોનાનાના ૧૦ પોઝિટિવ કેસ નોંધાયા હતા સતત વધતા જતા કોરોનાના કહેરને કારણે સમગ્ર મહીસાગર જિલ્લમાં લોકોમાં ફફડાટની લાગણી ફેલાવા પામી હતી. મહીસાગર જિલ્લામાં કોરોનાના કેસનો આંકડો કુલ ૩૧૯ ઉપર પહોચી ગયો હતો. આજે ૩ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી.

મહીસાગર જીલ્લામાં કોરોના વધુને વધુ પ્રસરતી જાય છે ત્યારે સમગ્ર પંથકના લોકોમાં ભયની લાગણી ફેલાવા પામી છે. મહીસાગર જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે ત્યારે મહીસાગર જિલ્લામાં આજે  લુણાવાડા તાલુકામાં ૩ કેસ થવા પામ્યા હતા જેમાં લુણાવાડા અર્બનના ૫૯-૬૦ વર્ષીય પુરૃષો અને લુણાવાડા તાલુકાનાં સજ્જનપુર ગામના ૪૭ વર્ષીય પુરુષ અને  જયારે બાલાસિનોર તાલુકામાં ૬ કેસ થવા પામ્યા હતા જેમાં બાલાસિનોર અર્બનના ૪૦-૧૯-૫૧-૬૦- વર્ષીય પુરૃષો અને ૨૨-૬૩ વર્ષના ઓનો તેમજ ,ખાનપુર તાલુકાનાં લીંબડીયા ગામના ૫૩ વર્ષના પુરુષનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. અત્યાર સુધીમાં તારીખ ૨૨-૦૭-૨૦૨૦ ના સાંજના ૬ વાગ્યા સુધીમાં જિલ્લામાં કોરોનાના ૩૧૯ કેસ પોઝીટીવ નોંધાયા હતા. આજે લુણાવાડા અર્બનના એક પુરૃષ અને એક ી, કડાણા તાલુકાના માળ ગામના એક એ કોરોનાને મહાત આપી સ્વગૃહે પરત ફરતાં અત્યાર સુધીમાં કુલ ૧૯૭ દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે ૨ વ્યક્તિનું મૃત્યુ થયુ છે. જયારે અન્ય કારણથી ૧૮ દર્દીના મૃત્યુ થતાં જિલ્લામાં કુલ ૨૦ મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/ કોરોનાના કુલ ૭૬૫૬ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના ૪૦૬ વ્યક્તિઓને હોમ ક્વૉરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. મહીસાગર જિલ્લામાં કોરોના પોઝીટીવના કારણે ૪૮ દર્દી કે. એસ. પી હોસ્પિટલ બાલાસિનોર, ૩ સિવિલ હોસ્પિટલ ગોધરા, ૧૩ હોમ આઇશોલેશન, ૧ દર્દી એસ.એસ.જી હોસ્પિટલ વડોદરા, ૦૩ કરમસદ મેડિકલ કોલેજ આણંદ, ૧ દર્દી બેંકર્સ હોસ્પિટલ વડોદરા, ૨ દર્દી નારાયણા હોસ્પિટલ અમદાવાદ, ૨ દર્દીનવનીત મેમોરિયલ હોસ્પિટલ અમદાવાદ, ૦૧ સાલ હોસ્પિટલ અમદાવાદ , ૨ સ્પંદન હોસ્પિટલ વડોદરા, ૨ બરોડા હેલ્થ કેર વડોદરા, ૧ મૂળજી પટેલ હોસ્પિટલ નડિયાદ, ૧ સ્ટલગ હોસ્પિટલ વડોદરા, ૧ અપોલો હોસ્પિટલ અમદાવાદ, ૧૨ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ લુણાવાડા અને ૯ દર્દી સિવિલ હોસ્પિટલ અમદાવાદ અને ખાતે સારવાર હેઠળ છે. કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી ૯૨ દર્દીઓ સ્ટેબલ અને ૦૯ દર્દીઓ ઓક્સિજન પર અને ૧ દર્દી વેન્ટિલેટર પર છે.

Tags :