કોરોના કાળમાં રાહત આપવાના બદલે પેટ્રોલ-ડિઝલનો ભાવ વધારો ખેદજનક
- ક્રુડના ભાવ ઘટયા તો એક સાઈઝ ડયુટી વધારી દીધી
- સમગ્ર વેપારી ઉદ્યોગ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે પેટ્રોલ-ડિઝલ પરનો ભાવ વધારો બની રહ્યો છે અસહ્ય
જૂનાગઢ,તા.11 જુલાઈ 2020, શનિવાર
હાલ વૈશ્વિક બજારમાં ક્રુડના ભાવ ઘટયા છે. પરંતુ ભારતમાં ક્રુડના ભાવ ઘટયા તો સરકારે એકસાઈઝ ડયુટી વધારી દીધી અને કોરોના કાળમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં પ્રજાને રાહત આપવાના બદલે ભાવ વધોરો કરવામાં આવ્યો છે. સરકારની આ પ્રજાને ચુસવાની નીતિનો વિરોધ ઉઠયો છે. આ મામલે જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ પી.એમ.ને રજૂઆત કરી છે.
આંતરરાષ્ટ્રીયસ્તરે ક્રુડના ભાવ ઘટયા હોવા છતાં ભારતમાં લોકોને તેનો લાભ આપવાના બદલે એકસાઈઝ ડયુટી વધારી પેટ્રોલ-ડિઝલના ભાવમાં તોતીંગ વધારો કરાયો છે. ડિઝલનો ભાવ તો પેટ્રોલ કરતા પણ વધુ થઈ ગયો હતો. સરકારે બજારનાં ભાવની વધ ઘટનો લોકોને લાભ મળે તેવી વ્યવસ્થા ઉભી કરી છે. પરંતુ જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડના ભાવ ઘટે છે. ત્યારે એકસાઈઝ ડયુટી વધારી દેવામાં આવે છે. આ બાબતમાં ભાવ ઘટાડાનો લાભ કેમ મળે?
હાલ સમગ્ર દેશ કોરોનાનો સામનો કરી રહ્યો છે. સમગ્ર વેપાર-ધંધા, ઉદ્યોગ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે પેટ્રોલ-ડિઝલા ભાવમાં કરાયેલો ભાવ વધારો ખેદ જનક છે.
ભૂતકાળમાંગ જ્યારે ક્રુડનો ભાવ પ્રતિ બેરલ દીઢી ૧૨૦ ડોલર હતો. ત્યારે જે ભાવ હતો. તે હાલ ૪૦ ડોલર પ્રતિ બેરલ છે. તેટલો જ લેવામાં આવે છે. અને આંતર રાષ્ટ્રીય સ્તરે ભાવ ઘટે તો પણ દેશમાં ભાવ વધારો કરવામાં આવે એ બાબત જનતાને ચુસવાની નીતિ જ છે. આ અંગે જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ વડાપ્રધાનને રજૂઆત કરી પેટ્રોલ-ડિલના ભાવમાં ઘટાડો કરવાની માંગણી કરાઈ છે.