જૂનાગઢમાં મજૂરી કામ કરતા ૭૦ શ્રમિકો વતન છોટા ઉદેપુર જવા રવાના
છોટા ઉદેપુરના તંત્રએ તલાટી સાથે બસ મોકલી હતી
જૂનાગઢ, 27 માર્ચ, 20
જૂનાગઢમાં મજૂરી કામ કરતા ૭૦ શ્રમિકો લોકડાઉન વચ્ચે ફસાયા હતા. આ શ્રમિકોને તેડવા છોટાઉદેપુર તંત્રએ તલાટી મંત્રી સાથે બસ મોકલી હતી. આ બસ જૂનાગઢ આવતા તેમાં ૭૦ શ્રમિકોને આ બસ જૂનાગઢ આવતા તેમાં ૭૦ શ્રમિકોને તેના વતન છોટા ઉદેપુર રવાના કરાયા હતા.
તંત્રએ બસ ઉપરાંત માસ્ક, ફુડ કીટની કરી આપી હતી વ્યવસ્થા, અધિક કલેક્ટર, ડીવાય.એસ.પી.ની હાજરીમાં બસ કરાઈ રવાના
જૂનાગઢમાં આવેલા જીઆઈડીસી સહિતના વિસ્તારોમાં અન્ય જિલ્લાના અનેક મજૂરો પેટીયુ રળવા આવ્યા છે. હાલ લોકડાઉન વચ્ચે આ શ્રમિકોની કફોડી હાલત થઈ છે અને શ્રમિકો પોતાના વતન જવા માંગતા હતા. જૂનાગઢમાં મજૂરી કામ કરતા છોટા ઉદેપુર જિલ્લાના ૭૦ જેટલા શ્રમિકોને તેડવા ત્યાંના તંત્ર તરફથી પત્ર સાથે તલાટી મંત્રી બસમાં મોકલ્યા હતા. આ બસ આજે જૂનાગઢ આવી પહોંચી હતી. જૂનાગઢના અધિક કલેક્ટર તથા ડીવાય.એસ.પી.ની હાજરીમાં ૭૦ જેટલા શ્રમિકોને બસમાં ફુડ કીટ, માસ્ક સહિતની વ્યવસ્થા સાથે બેસાડી છોટા ઉદેપુર જવા રવાના કરાયા હતા.
અન્ય ૪૮ જેટલા શ્રમિકો પણ પોતાના વતન જવા માંગતા હતા. પરંતુ તેની વ્યવસ્થા ન હોવાથી હાલ જે ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરે છે. તેને ત્યાં મોકલી દેવામાં આવ્યા હતા.