સેનામાંથી નિવૃત્ત થઈ આવેલા સેનાના જવાનનું કરાયુ વાજતે - ગાજતે સ્વાગત
- 16 વર્ષ દેશની સુરક્ષાનો કાર્યકાળ પૂર્ણ કરી
- જૂનાગઢ રેલવે સ્ટેશનથી જોષીપરા પાદર ચોક સુધી વીરજવાનના સામૈયા, બાદ યોજાયો સન્માન સમારંભ
જૂનાગઢ, તા. 02 માર્ચ 2020, સોમવાર
દેશની સેનામાં ૧૬ વર્ષનો કાર્યકાળ સંપન્ન કરી નિવૃત્ત થયેલા વીરજવાન આજે વતન જૂનાગઢ પરત પહોંચ્યા હતાં. જયો તેઓનું વાજતે - ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. રેલવે સ્ટેશનતી જોષીપરા પાદર ચોક સુદી સામૈયા બાદ જવાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. અને ભારત માતાની જયનો નાદ ગુંજી ઉઠયો હતો.
આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢની સરદાર પરા વિસ્તારમાં રહેતા પુત્ર નયનભાઈ વાછાણી દેશની સેનામાં ફરજ બજાવી દેશની સુરક્ષામાં યોગદાન આપી રહ્યાં હતાં. ૧૬ વર્ષ સુધી માતૃબૂમિની રક્ષા કરી પોતાનો ફરજનો કાર્યકાળ પૂર્મ કર્યો હતો. આજે નયનભાઈ વાછાણી ૧૬ વર્ષ સેનામાં ફરજ બજાવી નિવૃત્ત થઈ વતન જૂનાગઢ પહોંચ્યા હતાં. બપોરે સાડા ત્રણ વાગ્યે તેઓ જૂનાગઢ રેલવે સ્ટેશન ખાતે પહોંચતા જ ત્યાં તેના પરિવાર તેમજ અન્ય લોકોએ ડી.જે. બેન્ડવાજાના તાલે તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. નયનભાઈની સાથે કેશોદ તાલુકાના કોયલાણા ગામના રામદેભાઈ પરમાર પણ આવતા બંને જવાનોને લોકોએ ખંબા પર બેસાડી સ્વાગત કર્યું હતું.
બાદમાં વાજતે ગાજતે સામૈયું જોષીપરામાં આવેલા પાદર ચોક સુધી પહોંચ્યું હતું. જયાં કોળી સમાજ ખાતે વીર જવાનનું સન્માન કરવામાં આવ્યું હતું.
નિવૃત્ત થઈ વતન પોહંચેલા સૈનિકના સ્વાગત સમારંભમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. અને ભારત માતાની જયનો નાદ ગુંજી ઉઠયો હતો. સેનામાંથી નિવૃત્ત થઈ ઘરે પહોંચેલા જવાનના પરિવારમાં અનોકો આનંદ છવાયો હતો.