Get The App

સીઝ કરેલી 156 પૈકીની 16 બોરીમાંથી એફ.એસ.એલ.એ લીધા મગફળીના નમૂના

- જૂનાગઢ માર્કેટ યાર્ડમાં થયેલા મગફળી કૌભાંડ બાદ

- કૌભાંડની તપાસ કરનાર એલ.સી.બી.એ અગાઉ વેપારી સહિત ત્રણ શખ્સોની કરી હતી ધરપકડ

Updated: Feb 26th, 2020

GS TEAM

Google News
Google News
સીઝ કરેલી 156 પૈકીની 16 બોરીમાંથી એફ.એસ.એલ.એ લીધા મગફળીના નમૂના 1 - image


જૂનાગઢ, તા. 26 ફેબ્રુઆરી 2020,બુધવાર

જૂનાગઢ માર્કેટ યાર્ડમાં થયેલા મગફળી કૌભાંડ બાદ ૧૫૬ બોરી મગફળી સીઝ કરી ગાંધીગ્રામમાં આવેલા ગોડાઉનમાં રાખવામાં આવી હતી. આજે એલ.સી.બી.એ એફ.એસ.એલ.ને સાથે રાખી ત્યાંથી રેન્ડમલી ૧૬ બોરીમાંથી મગફળીનાં નમૂના લીધા હતાં. આ મગફળીના નમૂનાની એફ.એસ.એલ. દ્વારા તપાસ કરવામાં આવશે.

થોડા દિવસો પહેલા જૂનાગઢ યાર્ડમાં ખેડૂતો પાસેથી ખરીદ કરેલી સારી મગફળી કાઢી લઈ તેની જગ્યાએ નબળી મગફળી ધાબડી દેવાનું કૌભાંડ સામે આવ્યું હતું. આ શખ્સો સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઈ ગયા હતાં. આ અંગે ખરીદ કેન્દ્રના ઈન્ચાર્જ ફરિયાદ કરતા એલ.સી.બી.એ. તપાસ હાથ ધરી હતી. અને સીઝ કરાયેલી ૧૫૬ બોરી મગફળીનો જથ્થો ગાંધીગ્રામમાં આવેલા પૂરવઠા વિભાગના ગોડાઉનમાં રાખ્યો હતો.

એલ.સી.બી.એ. મગપળી કૌભાંડ મામલે યાર્ડના વેપારી, તેના માણસ તથા લેબર કોન્ટ્રાકટરની ધરપકડ કરી હતી. 

આ કૌબાંડની તપાસ કરનાર એલ.સી.બી. એફ.એસ.એલ. તથા પૂરવઠા વિભાગના અધિકારીઓની હાજરીમાં ગોડાઉનમાં સીઝ કરાયેલી મગપલીની ૧૫૬ બોરીમાં તપાસ કરી એફ.એસ.એલ. દ્વારા ૧૬ બોરીમાંથી રેન્ડમલી મગફળીના નમૂના લેવામાં આવ્યા હતાં. એફ.એસ.એલ. આ નમૂનાનું પૃથ્થકરણ કરી તેનો રિપોર્ટ આપશે. ત્યારબાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે.

આમ મગફળી કૌભાંડ બાદ સીઝ કરાયેલી મગફલીના આજે એફ.એસ.એલ. દ્વારા નમૂના લેવામાં આવતા કૌભાંડમાં સામેલ શખ્સોમાં ફફડાટ ફેલાયો હતો.

Tags :