માણાવદરમાંથી 2260 બોટલ વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
- બાતમીના આધારે ગોઠવેલી વોચ દરમિયાન
- દારૂ તથા ટ્રક મળી કુલ 13 લાખથી વધુનો મુદામાલ કબ્જે કરતી એલસીબી
જૂનાગઢ,તા.15 સપ્ટેમ્બર 2019, રવિવાર
જૂનાગઢ એલસીબીએ બાતમીના આધારે વોચ ગોઠવી માણાવદરમાંથી ૨૨૬૦ બોટલ દારૂ ભરેલી ટ્રકની સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. અને દારૂ તથા ટ્રક મળી કુલ ૧૩ લાખથી વધુનો મુદામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વધુ વિગત મુજબ માણાવદર તાલુકાના કતકપરા ગામના ઇમરાન સુલેમાન તથા અબ્દુલ સુલેમાન નામના બે ભાઈ વિદેશી દારૂનું કટીંગ કરી હેરફેર કરતા હોવાની અને જીજે ૪ યુ ૭૮૩૯ નંબરનાી ટ્રકમાં દારૂ માણાવદર તરફ લઈ જવાના હોવાની એલસીબીને બાતમી મળી હતી. આથી એલસીબી પીઆઈ આરકે ગોહિલ સહિતના સ્ટાફે ગળવાવ ફાટક નજીક વોચ ગોઠવી હતી. આ દરમ્યાન આ ટ્રક પસાર થતા તેને રોકવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ટ્રક ચાલકે ટ્રકને માણાવદર તરપ ભગાળ્યો હતો.
બાદમાં આ ટ્રક માણાવદરના ગૌતમનગરની ગલી તરફ ગયો હતો આ ટ્રકને એક શખ્સે ગલી તરફ વાળવાનો ઇશારો કરતા આ શખ્સનેે એલસીબીએ પકડી ત્યાં જઈ ટ્રકમાં તલાસી કરતા ટ્રકમાંથી કુલ ૨૨૬૦ પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ૯.૦૪ લાખનો દારૂ તથા ટ્રક તેમજ મોબાઈલ મળી ૧૩.૦૫ લાખનો મુદામાલ કબ્જે કરી લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા ઇમરાન યુનુસ નારેજાને ઝડપી લી અન્ય શખ્સો સામે ગુનો દાખલ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.