પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળો પૂર્ણ થતાં ભવનાથ તળેટી ખાલી
- બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન પર દિવસભર રહી ભીડ
- અન્નક્ષેત્રો ઉતારા મંડળના સ્વયં સેવકો સંચાલકો સંકેલો કરી થવા લાગ્યા રવાનાઃ મેળો શાંતિથી સંપન્ન થતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ
જૂનાગઢ, તા.22 ફેબ્રુઆરી 2020, શનિવાર
જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં ગત મોડી રાત્રે પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળો પૂર્ણ થયો હતો. અને આજે ભવનાથ તળેટી ખાલી થઈ ગઈ હતી. અન્નક્ષેત્રો ઉતારા મંડળના સ્વયંસેવકો સંચાલકો સંકેલો કરી રવાના થવા લાગ્યા હતાં. જયારે આજે દિવસભર બસસ્ટેન્ડ, રેલવે સ્ટેશન પર મેળામાંથી પરત જતા યાત્રિકોની ભીડ રહી હતી. મેળો શાંતીથી પૂર્ણ થતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
શહેરના ભવનાથ વિસ્તારમાં ગત તા.૧૭નાં મહાવદ નોમના ભવનાથ મહાદેવને ધ્વજા રોહણ સાથએ મહાશિવરાત્રી મેળાનો પ૩ારંભ થોય હતો. ગઈકાલે મહાશિવરાત્રી નિમીતે સાધુ સંતોજ રવેડી બાદ મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે પાંચ દિવસીય મેળો પૂર્ણ થયો હતો.
ગત મોડી રાત્રે મેળો પૂર્ણ થયા બાદ તળેટીથી જૂનાગઢ શહેર તરફ લોકોનો અવિરત પ્રવાહ વહેતો રહ્યો હતો. અમુક યાત્રિકોએ તો દામોદરકુંડમાં સ્નાન કરી ત્યાંથી રવાના તયા હતાં.
પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળો પૂર્ણ થતા આજે સાધુ સંતોને પણ વિદાય આપવામાં આવી હતી. આજે સવાર થતા ભવનાથ તળેટી વિસ્તાર ખાલી થઈ ગયો હતો. અન્નક્ષેત્રો ઉતારા મંડળના સંચાલકો સ્વયંસેવકો પણ સંકેલો કરી રવાના થતા જોવા મળ્યા હતાં.
મેળામાં આવેલા યાત્રિકોના લીધે આજે બસ સ્ટેન્ડ તથા રેલવે સ્ટેશન ખાતે દિવસભર યાત્રિકોની ભીડ રહી હતી. આ ઉપરાંત ઉતારા અન્નક્ષેત્રોના સામાન લઈ જતા તથા અન્ય વાહનો પરત જતા હોવાના લીધે મજેવડી દરવાજા ખાતે ટ્રાફીક રહ્યો હતો.
આમ પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળો શાંતીથી પૂર્ણ થતા પોલીસ, વહિવટીતંત્ર, મનપા સહિતના વિબાગના અધિકારીઓ કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
મેળા દરમ્યાન 110 ટન જેટલો કચરો નીકળ્યો
મેલાના પાંચ દિવસ દરમ્યાન ભવનાથ તળેટી વિસ્તારમાંથી ૧૧૦ ટન જેટલા કચરાનો નિકાલ કરાયો હતો. હજુ ૫૦ ટનથી વધુ કચરો હોય તેવું અનુમાન છે. હજુ ભવનાથમાં સફાઈ ચાલી રહી છે. આગામી દિવસોમાં બાકી રહેલા કચરાનો નિકાલ કરવામાં આવશે.
મેળા દરમ્યાન એસ.ટી.ને થઈ 35 લાખથી વધુની આવક
જૂનાગઢ મહાશિવરાત્રી મેળા દરમ્યાન એસ.ટી. તંત્ર દ્વારા વિશેષ શરૂ કરવામાં આવી હતી. જેમાં ૧૫૦૦ ટ્રીપ દ્વારા ૧.૫૦ લાખથી વધુ મૂસાફરોએ એસ.ટી. બસમાં મૂસાફરી કરી હતી. જેના દ્વારા એસ.ટી.ને ૩૫ લાખથી વધુની આવક થઈ હતી. હજુ બહારના રૂટ પર ગયેલી બસ આવ્યા બાદ આવકનો ચોક્કસ આંકડો સ્પષ્ટ થશે.
મેળો પૂર્ણ કરી અનેક યાત્રિકોએ કરી ગિરનારની યાત્રા
મહાશિવરાત્રી મેળો પૂર્ણ કર્યા બાદ અનેક યાત્રિકોએ ગિરનારની યાત્રા કરી અંબાજી માતાજીના તથા દત શિખર ખાતે દર્શન કર્યા હતાં. તો અનેક યાત્રિકોએ જૂનાગઢના જોવા લાયક સ્થળોની મૂલાકાત લીધી હતી.