જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકામાં સરેરાશ 100 ટકાથી વધુ વરસાદ
- જિલ્લાનો સરેરાશ વરસાદ 125 ટકાથી વધુ થયો
- સૌથી વધુ વિસાવદર તાલુકામાં કુલ 67 ઇંચ અને સૌથી ઓછો ભેસાણ તાલુકામાં 30 ઇંચ વરસાદ

જૂનાગઢ, : જૂનાગઢ જિલ્લામાં સતત થઈ રહેલા વરસાદના લીધે ચારે તરફ પાણી પાણી થઈ ગયું છે. હાલ પડેલા વરસાદના લીધે જિલ્લાના તમામ તાલુકામાં સરેરાશ ૧૦૦ ટકાથી વધુ વરસાદ થઈ ગયો છે. જેમાં સૌથી વધુ વિસાવદર તાલુકામા ૬૭ ઇંચ અને સૌથી ઓછો ભેસાણ તાલુકામાં ૩૦ ઇંચ વરસાદ થયો છે. આમ જિલ્લાનો સરેરાશ વરસાદ ૧૨૫ ટકા કરતા વધુ થઈ ગયો છે.
જૂનાગઢ જિલ્લામાં આ વર્ષે વરસાદ મોડો અને અનિયમિત હતો.જેને લઈને ચિંતા વ્યાપી હતી. પાકને જરૂર હતી. તે સમયે વરસાદ ખેંચાયો હતો. પરંતુ ત્યારબાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને હાલ સતત વરસાદ પડી રહ્યો છે અને ચારે તરફ પાણીપાણી થઈ ગયું છે તેમજ જિલ્લાના મોટા ભાગના જળાશયો ઓવરફલો થઈ ગયા છે.
આજે તા.૩૦ના બપોર સુધીમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ થઈ ગયો હતો. જેમાં સૌથી વધુ વિસાવદર તાલુકામાં ૬૭ ઇંચથી વધુ સરેરાશ વરસાદ પડી ગયો છે. જ્યારે સૌથી ઓછો ભેસાણ તાલુકામાં ૩૦ ઇંચ વરસાદ થયો છે. જિલ્લાનો સરેરાશ વરસાદ ૧૨૫ ટકાથી વધુ થઈ ગયો છે. હવે થઈ રહેલો વરસાદ પાક માટે નુકસાનકારક હોવાથી મેઘરાજા ખમૈયા કરે એવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે .

