કેશોદમાં શાકભાજી માર્કેટ બસ સ્ટેન્ડ ખાતે ખસેડાઇ
- સોમવારે ભારે ભીડ બાદ તંત્ર દ્વારા કાર્યવાહી
- સોશીયલ ડિસ્ટન્સ જળવાય તે માટે છુટક શાકભાજીની લારીઓ દૂર ઉભી રખાવી કરાયા જમીન ઉપર રાઉન્ડ
જૂનાગઢ, તા. 28 એપ્રિલ 2020, મંગળવાર
કેશોદમાં ગઇકાલે સવારે જાણે લોકડાઉન જેવું કંઇ ન હોય તેમ મુખ્ય બજારોમાં લોકોની ભીડ થઇ હતી. આથી તંત્ર સફાળું જાગ્યું હતું અને આજે ભીડ ન થાય અને સોશીયલ ડિસ્ટન્સ જળવાય તે માટે છુટક શાકભાજી માર્કેટને બસ સ્ટેન્ડ ખાતે ખસેડાઇ હતી.
જાહેરનામાની અસ્પષ્ટતાના લીધે કેશોદમાં ગઇકાલે સોમવારે સવારે તમામ મુજબ બજારોમાં ભારે ભીડ ઉમટી પડી હતી અને લોકડાઉનના બદલે લોકમેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. ગઇકાલે એકત્ર થયેલી ભીડની ઘટનામાંથી બોધપાઠ લઇ આજે તંત્ર હરકતમાં આવ્યું હતું અને છુટક શાક માર્કેટમાં ભીડ ન થાય અને સોશીયલ ડિસ્ટન્સ જળવાય તે માટે વહિવટી તંત્ર અને પોલીસે છુટક શાકભાજી માર્કેટ કેશોદના બસ સ્ટેન્ડ ખાસે ખસેડાઇ હતી અને ત્યાં સોશીયલ ડિસ્ટન્સ જળવાય તે માટે લારીઓ એક બીજાથી દૂર ઉભી રખાવી તેની આસપાસ રાઉન્ડ પણ કર્યા હતા.