Get The App

જૂનાગઢના બાળક, બે મહિલા અને માળિયાના યુવાનનો કોરોનાનો રિપોર્ટ આવ્યો નેગેટિવ

- અત્યાર સુધીમાં 17માંથી 16 રિપોર્ટ આવ્યા નેગેટિવ

- જૂનાગઢના એક 65 વર્ષીય વૃદ્ધને શંકાસ્પદ લક્ષણ જણાતા સેમ્પલ લઈ ભાવનગર લેબમાં મોકલાયા

Updated: Apr 9th, 2020

GS TEAM

Google News
Google News
જૂનાગઢના બાળક, બે મહિલા અને માળિયાના યુવાનનો કોરોનાનો રિપોર્ટ આવ્યો નેગેટિવ 1 - image


જૂનાગઢ, તા.09 એપ્રિલ 2020, ગુરૂવાર

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ બે વર્ષના બાળક, બે મહિલા અને માળિયા હાટીનાના એક યુવાનનો કોરોનાનો નેગેટિવ રિપોર્ટ આવ્યો છે. જ્યારે આજે જૂનાગઢના એક ૬૫ વર્ષીય વૃદ્ધને શંકાસ્પદ લક્ષણ જણાતા તેનું આજે સેમ્પલ ભાવનગર લેબમાં મોકલવામાં આવ્યું છે.

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ એક-બે વર્ષના બાળક, એક મહિલા તેમજ એક માળિયાહાટીનાના યુવાનના શંકાસ્પદ લક્ષણ જણાતા તા.૭ના આ ત્રણેયના સેમ્પલ લઈ ભાવનગર લેબમાં મોકલાયા હતા. ગત મોડી રાત્રે આ ત્રણેયનો કોરોનાનો નેગેટિવ રિપોર્ટ આવ્યો હતો.

૨૯ વર્ષીય મહિલાનો ગત તા.૨૨ માર્ચના પણ નેગેટિવ રિપોર્ટ આવ્યો હતો. ફરી વખત તેનો નેગેટિવ રિપોર્ટ આવતા તંત્રે અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

જ્યારે ગત રાત્રે એક ૪૫ વર્ષીય મહિલાને શંકાસ્પદ લક્ષણ જણાતા તેના સેમ્પલ લઈ મોકલ્યા હતા. આજે તેનો પણ કોરોનાનો નેગેટિવ રિપોર્ટ આવી ગયો હતો. જ્યારે આજે એક ૬૫ વર્ષીય વૃદ્ધને શંકાસ્પદ લક્ષણ જણાતા તેના સેમ્પલ લઈ ભાવનગર લેબમાં મોકલાયા છે. અત્યાર સુધીમાં જૂનાગઢમાંથી કુલ ૧૭ સેમ્પલ મોકલાયા હતા. જેમાંથી ૧૬ના કોરોનાનો નેગેટિવ રિપોર્ટ આવ્યો છે. જ્યારે આજે મોકલેલા વૃદ્ધના સેમ્પલનો રિપોર્ટ પેન્ડિંગ છે.

જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૩૯૨ લોકોએ ૧૪ દિવસનો ક્વોરોન્ટાઈનનો સમય પૂર્ણ કર્યો છે. જ્યારે ૬૬ વ્યક્તિ હોમ ક્વોરન્ટાઈન હેઠળ છે. જ્યારે બે સરકારી સુવિધામાં જ્યારે પાંચ વ્યક્તિ આઈસોલેશનમાં છે. જેમાંથી ચારનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે. આમ જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાનો પોઝિટિવ કેસ આવ્યો નથી. આથી તંત્ર તથા લોકોએ રાહતનો અનુભવ કર્યો છે. પરંતુ આગામી દિવસોમાં પોઝિટિવ કેસ ન થાય તે માટે લોકો ઘર બહાર ન નીકળે અને બહાર નીકળવાનું થાય તો સોશીયલ ડિસ્ટન્સ રાખે એ જરૂરી છે.

Tags :