જૂનાગઢમાં ટ્રાફીક નિયમના ભંગ બદલ આજથી મોકલાશે ઈ.મેમો
- ટ્રાફીક નિયમનો ભંગ કર્યો તો ઈ.મેમો આવી જશે ઘરે
- 53 સ્થળ પર ગોઠવાયેલા 247 કેમેરાનું એસ.પી. કચેરી ખાતેના કંટ્રોલ રૂમમાંથી કરાશે નિરીક્ષણ
જૂનાગઢ,તા.17 ફેબ્રુઆરી 2020, સોમવાર
જૂનાગઢમાં ટ્રાફીક નિયમના ભંગ બદલ આવતીકાલથી ઈ.મેમો મોકલવાનું શરૂ થશે. હવેથી ટ્રાફીક નિયમનો ભંગ કર્યો તો ઈ.મેમો ઘરે આવી જશે. ૫૩ સ્થળ પર ગોઠવાયેલા ૨૪૭ કેમેરાનું એસ.પી. કચેરી ખાતે કંટ્રોલ રૂમમાંથી સતત નિરીક્ષણ કરાશે. અને ત્યાંથી વાહન ચાલકને ફોટા સાથે ઈ.મેમો મોકલાશે.
જૂનાગઢમાં ટ્રાફીકની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે. શહેરમાં ટ્રાફીક નિયમન થાય અએને લોકો ટ્રાફીકના નિયમોનું પાલન કરે તે માટેનું નિરીક્ષણ કરવા શહેરના વિવિધ વિસ્તારમાં ૫૩ સ્થળે ૨૪૭ સી.સી.ટી.વી. કેમેરા ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે. આ આધુનિક કેમેરાનો કંટ્રોલ રૂમ એસ.પી. કચેરી ખાતે રાખવામાં આવ્યો છે.
આવતીકાલથી કંટ્રોલ રૂમ ખાતે ચાર પોલીસકર્મી સી.સી.ટી.વી. કેમેરાનું મોનીટરીંગ કરશે. અને તેના પર એક પી.એસ.આઈ. સુપર વિઝન કરશે. શહેરના મુખ્ય રોડ પર કે જયાં કેમેરા છે. તે વિસ્તારમાં કોઈ વાહન ચાલક ટ્રાફીક નિયમનો ભંગ કરશે તો મોનીટરીંગ કરતો સ્ટાફ તેના વાહનના ફોટા સાથેનો ઈ.મેમો તેના ઘરે મોકલી દેશે.
ડીવાય.એસ.પી. પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ ંકે, આવતીકાલથી ટ્રાફીક નિયમના ભંગ બદલ ઈ.મેમો મોકલવાનું શરૂ થશે.
ઈ.મેમોનો દંડ રોકડમાં અથવા ઓનલાઈન પણ ભરી શકશે. રોકડમાં દંડ ભરવા માટે એસ.પી. કચેરીમાં આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે જરૂરી એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે જરૂરી દસ્તાવેજો, પુરાવા રજૂ કરી દંડ ભરપાઈ કરવાનો રહેશે.
આવતીકાલથી પોલીસ દ્વારા કેમેરા મારફત ટ્રાફીક નિયમનનું નિરીક્ષણ શરૂ કરી ઈ.મેમો મોકલવાની કાર્યવાહીની શરૂઆત થનાર છે. ત્યારે ટ્રાફીક નિયમનો ભંગ કરનારાઓમાં ઈ.મેમોને લઈને ચિંતા વ્યાપી છે. ત્યારે આવતીકાલથી ટ્રાફીક નિયમનો ઉલાળીયો કરવાના બદલે નિયમાનુસાર વાહન ચલાવવામાં આવે તો ઈ.મેમોથી બચી શકાશે.
શિવરાત્રી મેળામાં બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા તપાસ
જૂનાગઢના શિવરાત્રી મેળા દરમ્યાન જૂનાગઢ ઉપરાંત પોરબંદર અને રાજકોટની બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા એસ.ટી. બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, હોટલ, મેળા ગ્રાઉન્ડ સ્થળોએ તપાસ કરવામાં આવીરહી છે. આ ઉપરાંત મેટલ ડિટેકટર તેમજ દારૂ પી આવનારાને પકડવા બ્રેથ એનેલાઈઝર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.