Get The App

જૂનાગઢઃ સરકારી કર્મચારીએ LRDની પરીક્ષામાં પુત્ર સાથે અન્યાય થતા કચેરીમાં જ મોતને વ્હાલું કર્યુ

- મૃતક કર્મચારીએ વનમંત્રી ગણપત વસાવા અને તેના વિભાગને આપઘાત માટે જવાબદાર ઠેરાવ્યા

- ભાજપને કદી સમર્થન ન આપવા રબારી સમાજ અને ગરીબ લોકોને અપીલ કરી

Updated: Jan 17th, 2020

GS TEAM

Google News
Google News
જૂનાગઢઃ સરકારી કર્મચારીએ LRDની પરીક્ષામાં પુત્ર સાથે અન્યાય થતા કચેરીમાં જ મોતને વ્હાલું કર્યુ 1 - image

જૂનાગઢ, તા. 17 જાન્યુઆરી 2020, શુક્રવાર

જૂનાગઢમાં સરકારી કર્મચારીએ કચેરીમાં જ ગળોફાંસો ખાઈ મોતને વ્હાલુ કર્યુ છે. મૃતક કર્મચારીએ આપઘાત કરતા પહેલા અંતિમ ચિઠ્ઠીમાં ભાજપ સરકાર પર આક્ષેપ કરતા ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે.

મૃતકે પોતાના પુત્ર સાથે એલઆરડીની પરીક્ષામાં અન્યાય થવાના કારણે આ પગલું ભર્યું છે એમ પોતાની અંતિમ ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો છે. આપઘાત કરનાર શખ્સ સહાયક વિદ્યુત શાખાનો હતો. કર્મચારીના બન્ને પુત્રો એલઆરડીમાં પાસ થયા હતા.

મૃતકના આક્ષેપ

- એલઆરડીની પરીક્ષામાં પાસ કર્યા બાદ જાતિ પ્રમાણપત્ર ન મળ્યા

- ગાંધીનગરની આદિ જાતિ કમિશનર કચેરીએ પ્રમાણપત્ર ન આપ્યા

- પુરાવા રજૂ કરવા છતાં અનૂસૂચિત જનજાતિના પ્રમાણપત્ર ન અપાયા

- પુરાવાની ખરાઈ ન કરી અને રીઝલ્ટ કરી દેવાયું જાહેર

- ભાજપ સરકારના પ્રધાનો અને અધિકારીઓએ લીધો મારો જીવ

- રાજકીય દબાણમાં આવી રિઝલ્ટ બહાર પાડ્યું

- ભાજપ કંપની સરકાર હજારો ગરીબ માણસોનો ભોગ લઈ રહી છે

- ભાજપ કંપની સરકાર કોઈ કાર્યવાહી નહીં કરે, ભગવાન નક્કી ન્યાય આપશે

- હું મારા બંને દીકરાઓની વેદના જોઈ ન શક્યો

- મોઢે આવેલો કોળિયો સરકારે ઝૂંટવી લીધો

- મૃતકના બંને પુત્રોને ખોટા સરનામે નોટિસ મોકલી પુરાવા રજૂ કરવા હેરાન કરાયા

- આદિ જાતિ વિભાગના પૂર્વ કમિશનર વસાવા અને વિજિલન્સ અધિકારીઓએ આપ્યો માનસિક ત્રાસ

- કાયમી માલધારી હોવા અંગેના પુરાવા આપો

આ ઉપરાત મૃતકે લખેલી સ્યુસાઈડ નોટમાં ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા .તેમા જણાવવામાં આવ્યુ હતુ કે, વનમંત્રી ગણપત વસાવા અને તેનો વિભાગ આપઘાત માટે જવાબદાર છે. આ સાથે તેમણે ભાજપને કદી સમર્થન ન આપવા રબારી સમાજ અને ગરીબ લોકોને અપીલ કરી હતી.

શું લખ્યું અંતિમ ચિઠ્ઠીમાં ?

ભાજપ કંપની સરકાર હજારો ગરીબ માણસોનો ભોગ લઈ રહી છે. મારા મૃત્યુ માટે ઉપર દર્શાવેલા પ્રધાનો તથા અધિકારીઓ જવાબદાર હોવા છતાં આ ભાજપ કંપની સરકાર કોઈ કાર્યવાહી કરશે નહી પરંતુ ઉપરવાળો ભગવાન નક્કી ન્યાય આપશે. હું મારા બંને દીકરાની વેદના જોઈ ના શક્યો. મોઢે આવેલો કોળિયો આ સરકારે ઝૂંટવી લીધો. સરકાર ગરીબોને મારી નાખશે. ગદારો , ભગવાન ન્યાય આપવા માટે બેઠો છે. મારા રબારી સમાજને વિનંતી કે ભાજપ સરકાર પ્રધાન પદ આપે તો પણ તે નકારજો અને ભાજપને ક્યારેય મત આપશો નહીં. – માંજર મુંજા હુણ

પોલીસ લોક રક્ષક દળની ભરતી 2018-19માં લેખિત અને શારીરિક પરીક્ષા પાસ કરી હોવા છતાં અનૂસુચિત જનજાતિ પ્રમાણપત્રની ખરાઈ માટે આદિજાતિ કમિશ્નરની કચેરી ગાંધીનગરમાં પૂરતા પૂરાવા રજૂ કર્યા હોવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ ન હતી.

Tags :