Get The App

જૂનાગઢ જિલ્લા પંચાયતનું 21.85 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર

- ગત વર્ષની સરખામણીમાં જોગવાઈમાં કરાયો 15 ટકા ઘટાડો

- વિકાસ કામો માટે 3.71 કરોડ, પ્રાથમિક શિક્ષણક્ષેત્રે 1.15 કરોડ, આરોગ્ય અને આર્યુવેદ ક્ષેત્રે 76.70 તથા બાંધકામ ક્ષેત્રે 1.19 કરોડની જોગવાઈ

Updated: Mar 18th, 2020

GS TEAM

Google News
Google News
જૂનાગઢ જિલ્લા પંચાયતનું 21.85 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર 1 - image


જૂનાગઢ, તા.18 માર્ચ 2020, બુધવાર

જૂનાગઢ જિલ્લા પંચાયતની આજે બજેટ બેઠક મળી હતી. જેમાં ૨૧.૮૫ કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું હતું. જેમાં વિકાસકામો માટે ૩.૭૧ કરોડ, પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ૧.૧૫ કરોડ, આરોગ્ય આર્યુવેદ ક્ષેત્ર માટે ૭૬.૭૦ લાખની જોગવાઈ કરવામાં આવી હતી.

જૂનાગઢ જિલ્લા પંચાયત ખાતે ાજે બપોરે બજેટ બેઠક મળી હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સેજાભાઈ કરમટાએ ૨૦૨૦-૨૧ ના વર્ષનું ૨૧.૮૫ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં જિલ્લા પંચાયત સ્વભંડોળની સુચિત અંદાજીત આવક ૧૦.૮૬ કરોડ તથા ૧૦.૫૯ કરોડના ખર્ચની જોગવાઈ કરાઈ છે. જેમાં જિ.પં.નાં સભ્યોને તેના વિસ્તારના વિકાસ કામો માટે ૯૦ લાખ, તથા અન્ય વિકાસકામો માટે ૩.૭૧ કરોડ, પ્રાથમિક શિક્ષણક્ષેત્રે ૧.૧૫ કરોડ, માંદગી, નિદાન કેમ્પ, કુદરતી આફત - સમયે દવા અને સહાય આપવા આરોગ્ય તથા આર્યુવેદ ક્ષેત્રે ૭૬.૭૦ લાખ, તેમજ જિલ્લા પંચાયતના બાંધકામ ક્ષેત્રે ૧.૧૯ કરોડની જોગવાઈ કરાઈ છે. જયારે કૃષિ, પશુપાલન સિંચા માટે ૮૦.૫૦ લાખ તથા અનુ. જનજાતિના લોકોના વિકાસ માટે ૭.૨૫૦ લખની જોગવાઈ કરવામાં આવી છે.

ગત વર્ષની સરખામણીએ તમામ ક્ષેત્રે અંદાજીત જોગવાઈઓ કરવામાં ૧૫ ટકા ઘટાડો કરાયો છે. આ બજેટમાં કોઈ નવા કરવેરા નાંખવામાં અઆવ્યા નથી.

Tags :