રાજયના 36 જિલ્લામાં સૌથી નીચુ જૂનાગઢ જિલ્લાનું 58.26% પરિણામ
- ધો.૧૨ (સા.પ્ર.)નું પછાત વિસ્તારના જિલ્લા કરતા પણ ઓછુ પરિણામ
- એ-વન ગ્રેડમાં માત્ર નવ વિદ્યાર્થી જ, સૌથી વધુ ૨૬૦૮ વિદ્યાર્થી સી-વન ગ્રેડ સાથે ઉતિર્ણ,
કુલ ૧૩૫૮૩ માંથી ૫૭૫૮ નાપાસ
જૂનાગઢ,તા. ૧૫
જૂન, ૨૦૨૦, સોમવાર
ગુજરાત રાજય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.૧૨
સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. જેમાં જૂનાગઢ જિલ્લાનું રાજયનું સૌથી
ઓછું ૫૮.૨૬ ટકા જેટલુ કંગાળ પરિણામ આવ્યું છે. જેમાં એ-વન ગ્રેડમાં માત્ર નવ, તથા સૌથી વધુ
૨૬૦૮ વિદ્યાર્થી સી.વન ગ્રેડ સાથે ઉતિર્ણ થયા છે. જૂનાગઢ જિલ્લો શિક્ષણના હબ તરીકે
ઉભરી રહ્યો હોવાના દાવાઓ થઈ રહ્યાં હતાં. પરંતુ ધો.૧૨ સા.પ્ર.નું પરિણામ ્ન્ય પછાત
જિલ્લા કરતા પણ ઓછુ પરિણામ આવ્યું છે તે બાબત શિક્ષણ જગત માટે ચિંતાજનક છે.
ગુજરાત ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસના
ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં જૂનાગઢ જિલ્લામાંથી ૧૩૬૭૧
વિદ્યાર્થીઓ નોંધાયા હતાં. જયારે ૧૩૫૮૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજે બોર્ડ
દ્વારા પરિણામ જાહેર કરાયું જેમાં જૂનાગઢ જિલ્લાનું ૫૮.૨૬ ટકા પરિણામ આવ્યું
છે. જે સમગ્ર રાજયમાં સૌથી ઓછું છે.
જૂનાગઢ જિલ્લામાં એ-વન ગ્રેડ સાથે માત્ર ૯, એ-ટુમાં ૨૩૧, બી-વન ગ્રેડમાં
૧૦૮૧, બી.ટુ
૨૨૮૦, સી-વન
ગ્રેડમાં ૨૬૦૮ વિદ્યાર્થી સીવન ગ્રેડમો,
૧૫૭૧ સી-ટુ અને ૧૨૭ ગ્રેડ સાથે પાસ થયા છે. આમ જિલ્લામાં ૧૩૫૮૩માંથી ૭૯૧૩
વિદ્યાર્થી પાસ તેમજ ૫૭૫૮ વિદ્યાર્થીના પાસ થયા છે.
જૂનાગઢ જિલ્લામાં શૈક્ષણીક સંસ્થાઓની સંખ્યા વધી છે. અને
બહારગામના અનકે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા જૂનાગઢ આવે છે. ત્યારે શિક્ષણના હબ તરીકે
ઉભરી રહેલા જૂનાગઢ જિલ્લાનું રાજયના અન્ય પછાત જિલ્લા કરતા પણ ધો.૧૨ સા.પ્ર.નું
ઓછું પરિણામ આવ્યું છે. ત્યારે આ બાબત શિક્ષણ જગત સાથે જોડાયેલા લોકો માટે
ચિંતાજનક છે.
જૂનાગઢ જિલ્લાનું ચાર વર્ષનું સૌથી વધુ પરિણામ
જૂનાગઢ જિલ્લાનું આ વર્ષ ધો.૧૨ સામાન્ય પ્રવાહનું રાજયનું
સૌથી ઓછું ૪૮.૨૬ ટકા પરિણામ આવ્યું છે. પરંતુ ૨૦૧૭માં ૫૧.૨૭, ૨૦૧૮માં ૫૦.૬૧
૨૦૧૯માં ૫૫.૩૨ હતું. ૨૦૨૦માં ૫૮.૨૬ ટકા પરિણામ આવ્યું છે. રજાયનું સૌથી ઓછું છે.
પરંતુ જિલ્લાના ચાર વર્ષનાં પરિણામમાં સૌથી ઓછું છે.