જૂનાગઢ, તા. 22 જૂન, 2020, સોમવાર
જૂનાગઢમાં રહેતી માતા પુત્રી એક બર્થડે પાર્ટીમાં ગઈ હતી. આ મુદ્દે માથાકુટ થતા પતિએ પત્ની તથા પુત્રીને અડધી રાત્રે ઘરમાંથી કાઢી મુકી હતી. આ અંગે ૧૮૧ અભયમ હેલ્પ લાઈનને જાણ કરતા હેલ્પલાઈનન ાસ્ટાફે જી બંનેને સમજાવી સમાધાન કરાવી આ પરિવારને તૂટતા બચાવ્યો હતો.
આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢમાં રહેતી એક મહિલા તેની પુત્રીનાં ફ્રેન્ડનો બર્થડે હોવાથી માતા પુત્રી તેની બર્થડે પાર્ટીમાં ગઈ હતી. ત્યાંથી ઘરે આવ્યા બાદ બર્થડે પાર્ટી મુદે પતિ પત્ની વચ્ચે માથાકુટ થઈ હતી. અને પતિએ મહિલાને મારકુટ કરી માતા પુત્રીને અડધી રાત્રે ઘર બહાર કાઢી મુકી હતી.
મહિલાએ ૧૮૧ અભયમ હેલ્પલાઈનને જાણ કરતા કાઉન્સેલર કાજલબેન કોલડીયા, કોન્સ્ટેબલ કિરણબેન ચૌહાણ ત્યાં પહોંચ્યા હતાં અને મહિલા તથા તેના પતિનું કાઉન્સેલીંગ કર્યું હતું. મહિલાના પતિએ જણાવ્યું હતું કે, પોતાની પત્ની ટીકટોક એપમાં વિડીયો બનાવે છે તે પોતાને પસંદ નથી આ મુદ્દે અનેકવાર ઝઘડા થયા છે. જયારે મહિલાએ જણાવ્યું હતુ ંકે, પોતાના પતિ અવાર નવાર દારૂ પી ઘરે આવી ઝઘડો કરી હેરાન કરે છે. પોતાના પિયર પક્ષના વડીલોએ સમજાવવા છતા સમજતા નથી. ૧૮૧ની ટીમે આ દંપતિને સમજાવી સમાધાન કરાવ્યું હતું. અને દંપતિ સહમત થઈ ગયું હતું. આમ ૧૮૧ ટીમની સમજાવટથી આ પરિવાર તૂટતા બચી ગયો


